________________
ઘસઘસાટ સૂવાનો આનંદ આખા શરીરને સ્પર્શ સુખનો અનુભવ આનંદ થાય. એક રાજાની દાસીને રાજાની શય્યા પાથરતા અત્યંત મુલાયમ શય્યા સ્પર્શ ગમી ગયો. એકાંત જોઈ 'થોડીવાર લેટી જવાનું મન થયું અને સૂતા ભેગી શ્રમિત શરીર હોવાથી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ભાન ન રહ્યું. અચાનક રાજા આવ્યો રાડ પાડી ઉઠાડી, ૧૦૦ હંટરના ઘા મારવા તેની સામે ખડી કરી, દાસી હસવા લાગી. રાજાને નવાઈ લાગી. તેને હંટરના ઘા નો ભય નથી જેથી હસે છે. નામદાર ! ક્ષમા કરો મને આવો વિચાર આવ્યો હું ક્ષણભર સુતી તો ૧૦૦ હંટરના ફટકાની સજા મળે છે જ્યારે આપ તો રોજ સૂવો છે તો આપની શી દશા થશે?' રાજાએ હસીને તેને છોડી મૂકી.
ગાદલું ઉપાદેય નથી પણ સંથારો ગમી ગયો તો સંથારો ધર્મનું ઉપકરણ છે છતાં તે પણ અધિકરણ બને.
ઉપોયો પુત્ર શિલા પટ પેબી આખે આ ઝળહળિયાં, ફૂલની શય્યા જેને ખૂચતી તેણે સંથારી શીલા કરીયા
(૫. ઉદયરત્ન વિજય મહારાજ) a સામાયિક સ્વભાવ ખંડીત ન થાય માટે શું વિચારીશું?
તે વખતે યાદ આવવું જોઈએ. પૂર્વ મહાપુરૂષો ઘાસના, શિલાના સંથારો કરતા, હું કેવો કાયર છું કે તેને બદલે સુંવાળા એવા સંથારાની અપેક્ષા કરું છું. આમાં તો મારો સામાયિક ભાવ ખંડીત થાય.
આથી સામાયિક ભાવ ખંડીત ન થાય તે માટે જ્યારે પ્રયોજન પડે ત્યારે તેનો વ્યવહાર માત્ર ઔચિત્યપૂર્વક કરવાનો છે. ઔચિત્ય કોને કહેવાય? સમાધી માત્રના લક્ષપૂર્વક જેટલી વસ્તુની જરૂરીયાત હોય તેટલી જ વસ્તુનો ઉપયોગ હેય માની રાગાદિભાવ પૂર્વકન થાય પણ ઉદાસિન વૃત્તિથી જ થાય તો તે વ્યવહાર બનાવવા માટે તત્વદષ્ટિ કેળવવી પડે. સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે જ્યારે પણ પુગલનું પ્રયોજન થાય સંયોગ થાય ત્યારે ત્યાં વિચારવાનું કપડાનું પ્રયોજન શા માટે? દેહ છે' માટે.
નવતત્વ || ૧૮૨