________________
દુબ. દોષ બહારથી અંદર આવતા નથી પણ જે ગુણો કર્મથી આવરાયા તેથી વિકાર રૂપે દોષ પ્રગટ થયા. તો દોષોને દૂર કરવામાં આવે તો શુધ્ધિ થતાં ગુણો પ્રગટ થાય, તો આત્મા સુખી થાય. a ગટરનું ગંધાતું પાણી પણ જે પ્રક્રિયાથી શુધ્ધ થઈ શકે તો આત્મા કેમ શુદ્ધ ન થઈ શકે?
કચરો, ગંદકી દૂર કરો તો પાણી નિર્મળ થઈ જાય. જગતના સંબંધો તોડી નાખો તો મોહની ગંદકી ન થાય અને સંયમ, તપ, ત્યાગ રૂપી સુગંધનો ઉમેરો કરો એટલે આત્માને નિર્મળ થતાં વાર ન લાગે. પુણિયા શ્રાવકની સામાયિકની પરમાત્માએ કેમ વખાણી? બિન જરૂરી સંબંધો કાપી નાખ્યા એટલે પરમ સંતોષથી સંયમ અને તેથી સામાયિકમાં સ્થિરતા સહજ આવી.
જિનની આજ્ઞા માત્ર સુખી થવા માટે જ છે."દોષમુકિત-સુખભકિત." જે પાપી ક્રૂરઆત્માઓએ જીવનમાંથી દોષો દૂર કર્યા અને ગુણો માટેનો પુરુષાર્થ કર્યો તેવો ગુણ પ્રાપ્તિ વડે સુખી થયા.
પ્રમોદ ભાવનાના ફળ રૂપે સિધ્ધોને વંદના કરતી વખતે નમો સિધ્ધગુણ પદ બોલતા પૂર્ણ સુખમાં મહાલતા પાંચમા અનંતે રહેલા સિધ્ધો આપણી નજરમાં આવતા આપણા આત્માના અસંખ્ય પ્રદેશો આનંદવિભોરથી ઝુકી પડવા જોઈએ. 2. જગતમાં સૌથી વધુ સુખી કોણ?
સિધ્ધ ભગવંતો – સર્વ પર સંગથી રહિત હોવાથી અને સ્વ ગુણ અને
સર્વ આત્મ પ્રદેશોમાં અનંત વીર્ય તેમાં નિરંતર પરિણમે. (૨) તીર્થંકર પરમાત્મા – એક સમય માત્ર શાતાનો ઉદય અને સમતાનો
પૂર્ણ ભોગવટો. મોહથી રહિત અને જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ. કેવલી ભગવંતો – ઘાતીનો સર્વથા અભાવ તેથી મોહની પીડાથી પૂર્ણ મુકત કેવલજ્ઞાનાદિ ગુણ પૂર્ણ ભોગવે. શાતા-અશાતાનો એક સમય બંધ – ઉદય.
નવતત્વ || ૩૧૦