________________
આત્માને વિવિધ−રૂપ-આકારમાં નટની જેમ ગોઠવવાનું અર્થાત્ કઠપૂતળીની જેમ નમાવવાનું અને નચાવવાનું છે.
n પંચ પરમેષ્ટિને પંચાંગ પ્રણિપાત વંદન એ શાનીકૃત વ્યવહાર આવશ્યક
આપણી આંખ આદિ ઈન્દ્રિયો સામે મનગમતા વિષયો આવે એટલે આંખ નાચવા માંડે, મન દોડાદોડ કરે, શરીર નામકર્મથી અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. સહજ નાચવાનું અને તેનાથી નમવાનું આવશ્યકરૂપે શરૂ થઈ ગયું છે તે કર્મકૃત આવશ્યક થઈ ગયું છે. કારણ આત્માને નમવાનું કોને ? અને નમે છે કોને ? આત્માએ આત્મા સિવાય કોઈને પણ નમવાનું નથી એને બદલે આત્મા સિવાય બધે નમ્યા કરે, નાચ્યા કરે એને ટાળવા વ્યવહાર વંદન આવશ્યક આવ્યું. પંચાગ પ્રણિપાત વડે પંચ પરમેષ્ઠિ સિવાય કોઈને નમવું નહીં. જેમ કાંટાથી કાંટો જાય તેમ વ્યવહાર નમનથી વ્યવહાર નમન જાય અને નિશ્ચિય નમન શરૂ થાય.
પંચપરમેષ્ઠીને પંચાંગ પ્રણિપાતરૂપ વ્યવહાર વંદન શા માટે ?
જે આત્મા અપુનર્બંધકદશામાં આવે ત્યારથી તેને સ્વાત્મા સન્મુખતાભાવ પ્રગટ થાય. આથી કોઈપણ ક્રિયા કરતા પ્રશ્ન થાય કે આ શા માટે કરવાની ? તેનું ફળ શું ? વગેરે તાત્ત્વિક જિજ્ઞાસાના લક્ષણરૂપ પ્રશ્નો ઉત્પન્ન થાય. જ્યારે સમ્યગ્દષ્ટિને ક્રિયાનો હેતુ, ફળ, સ્વરૂપનું નિશ્ચય હોય છે જ, પોતે ક્રિયા શા માટે કરે છે અને ક્રિયાનું આ જ ફળ મને પ્રાપ્ત થશે તેનો નિશ્ચય ન હોય તો ક્રિયા સમૂર્ચ્છિમ કે સંવેગ વિનાની વેઠરૂપ થાય અને પ્રથમ પ્રશ્ન ઉભો થાય શા માટે હું ક્રિયા કરું છું ક્રિયાનું ફળ શું ?
વંદન અધિકારી કોણ બને ?
દરેક આત્મામાં જ્ઞાનાદિ પાંચ ગુણો સત્તાએ પૂર્ણપણે રહેલા છે અને તે ગુણોને પ્રગટાવવા માટે વંદન કરવાના છે. જેને પોતાના સત્તાગત ગુણો પ્રગટાવવાની રુચિ ન હોય તે પંચપરમેષ્ઠિને વંદન કરવા અધિકારી બનતો નથી. તેથી અભવ્યોના આત્મા, અચરમાવર્તી એવા ભવ્યજીવો પણ ભાવથી નવતત્ત્વ / ૧૫૦