________________
વગેરેનો પણ નાશ કરે, સાધુ-સાધ્વીનો ઘાત કરે, ઉપદ્રવ કરે, લોકમાં શાસનની ઉદ્દાહ થાય તેવી પ્રવૃત્તિ કરે, સાધ્વીના શીલનું ખંડન કરે આ બધા શાસનના પ્રત્યનિક કહેવાય.
यः शासनस्य मालिन्ये अनाभोगेनाऽपि वर्तते । सः तनमथ्यात्वहेतुत्वादन्येषां पाणिनां ध्रुवम् ॥१॥
बध्नात्यपि तदेवालं परं संसार कारण विपाक दारुणं घोरं, सर्वानर्थ विवर्धनम् ॥२॥
अतः सर्व प्रयत्नेन मालिन्यं शासनस्य तु । प्रेक्षावता न कर्तव्यं, प्रधानं पापसाधनम् ॥३॥
અષ્ટક પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મ. એ કહ્યું છે કે ઉપરોકત શાસનની મલિનતા અનાભોગથી પણ જો કોઈ કરે તો તે દારુણ વિપાકનું કારણ બને છે. મહામિથ્યાત્વ બીજાને બોધિ દુર્લભ બનાવે છે. જો તમારામાં શક્તિ હોય અને તમે તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરો અને માત્ર જોયા કરો તો ન ચાલે. પ્રત્યનિક માટે અંતરમાં મૈત્રી ભાવ રાખીને બહાર જે ઔચિત્ય રૂપે વ્યવહાર કરવો પડે તે કરાય. શાસનની મલિનતા કરવી એ ભયંકર કૃત્ય છે. પાપનું પ્રધાન સાધન છે. આથી શાસનની હિલના સર્વ પ્રયત્ન વડે દૂર કરવી જોઈએ.
પુણ્ય ઓછું પડતું હોય તો વધારે વ્યક્તિ ભેગા થઈને કાર્ય કરવું જોઈએ. જે કોઈની સહાય લેવી પડે તે લઈને પણ શાસન માલિન્દ દૂર કરવાનું ચૂકવું જોઈએ નહીં. અંતરમાં મૈત્રી-કરુણાની જાગૃતિ સાથે બહારથી કઠોર પણ બનવું પડે. પણ કોઈ પ્રતિકારાદિ કરવાની શક્તિ નહી ત્યાં માત્ર માધ્યસ્થ ભાવના જરૂરી.
બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, મુનિ ભગવંત પરઠવા જતાં ત્યાં એક ટીપુ નીચે પડ્યું તો અનેક કીડીઓ આવી મૃત્યુ પામતી જોઈ મુનિએ બહાર પરઠવાને બદલે અંદર પરઠવતા પ્રશસ્ત અધ્યવસાયના પરિણામમાં સ્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા.
નવતત્વ || ૩ર૧