________________
પ્રત્યે માધ્યસ્થભાવ લાવો, કોઈપણ સંયોગમાં દ્વેષભાવ તો ન જ લાવો. જે મહાદોષને પાત્ર છે અને ગમે તેટલા પ્રયત્ન જે સુધરવાને લાયક નથી, કાં હું તેને સુધારી શકુ તેમ નથી તે માટે તે ઉપેક્ષાને યોગ્ય છે. પણ મારે તેના પર દ્વેષ ન થાય માટે માધ્યસ્થભાવ રાખવાનો છે.
સામી વ્યક્તિ સુધરવાને યોગ્ય નથી કારણ તીવ્ર કષાય યુક્ત છે. કર્મનું ભારીપણું હોવાથી સ્વહિતરુચિ નથી તેથી તમે તેના દોષો દૂર કરવા હિત શિક્ષા આપશો તેને તે દ્વેષરૂપ થશે. તમારી સામે પ્રતિકાર કરશે ત્યારે તમારામાં ધિરજ–સમતા નહીં હોય તો કષાયવશ થવાનું થશે. તમારા અધ્યવસાય બગડશે, અસમાધિનું કારણ થશે. દ્વેષ-વૈરના અનુબંધ સર્જાવાનું પણ થાય.
પરમાત્માએ શાસનની સ્થાપના જીવોને સુખી થવા અને દુઃખી ન થવા માટે કરેલ છે. જીવોનો મૂળમાં સ્વભાવ સુખ ભોગવવાનો અને દુઃખથી દૂર થવાનો છે. પણ જીવો અજ્ઞાનતાના કારણે સુખને બદલે દુઃખ ભોગવનારા થાય છે અને સુખથી દૂર રહે છે. આથી મૈચાદિ ચાર ભાવનાઓ માંથી બે ભાવના જીવોને સુખી થવા માટે અને બે ભાવના દુઃખી ન થવા માટે છે.
મૈચાદિ ચારભાવનામાંથી પ્રમોદ અને મૈત્રીભાવનામાં સુખી આત્માઓ સાથે સુખી થવા માટે અને કરુણા અને માધ્યસ્થ ભાવના દુઃખી જીવો સાથે દુઃખી ન થવા માટે કરવાની છે.
असदाचरिणः प्रायोलोका कालानुभावतः । द्वेष स्तेषु न कर्तव्यं, संविभाव्य भवस्थितिम ॥
(યોગસાર) કલિકાળના પ્રભાવે પ્રાયઃ કરીને લોકો અસત્ આચરણ કરનારા થશે. તેથી તેમને વિષે દ્વેષભાવ ન કરતા જીવોની ભવ સ્થિતિનો વિચાર કરવો.
દરેક જીવને દુઃખથી મુક્ત કરવાનું સામર્થ્ય પરમાત્મામાં પણ નથી તો આપણું સામર્થ્ય તો ક્યાંથી હોય? તેથી આપણો આત્મા દુઃખી ન થાય તે માટે કરુણા અને માધ્યસ્થ ભાવ ભાવવાનો છે. કર્મના ઉદયવાળા જીવો બે પ્રકારના
નવતત્વ // ૩૧૯