Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 327
________________ નહીં આવે, મૈત્યાદિભાવના વિના વ્રતાદિવ્યવહાર નિષ્ફળ જાય. મૈચાદિભાવના માટે જીવાદિના અસ્તિત્વનું જ્ઞાન જરૂરી આથી નિશ્ચયથી આજ્ઞા વિચય એટલે શેયના જ્ઞાતા બનવું. સ્વાત્માના જ્ઞાતા બની સર્વના જ્ઞાતા બનવું. આસ્તિયથી જ ધર્મધ્યાનની શરૂઆત થાય. સૌ પ્રથમ સ્વાત્માની સત્તાગત શુધ્ધ પૂર્ણગુણમય સિધ્ધાવસ્થાના જ્ઞાન વિના સ્વ પર પ્રમોદ–મૈત્રીભાવ નહીં આવે. ત્યાં સુધી સ્વહિત અને સર્વ જીવો વિષે પણ મૈત્રી નહીં આવે. સર્વના પણ હિતની ચિંતા નહીં થાય. આથી સ્વ સત્તાગત શુધ્ધા (સિધ્ધાવસ્થા)નું જ્ઞાન જરૂરી. અપાય – વિપાક અને સંસ્થાન આત્માની કર્મકૃત અવસ્થાના ચિંતન માટે છે. આત્માની કર્મકૃત્ ઉદય અવસ્થા તે કર્મના શુભાશુભ વિપાકરૂપ અશુધ્ધ અવસ્થા છે. પૂર્વે આત્મા પોતાના સહજ સ્વભાવમાં ન રહ્યો અને કષાયોને અજ્ઞાનને આધીન બની ને જે કર્મ બાંધ્યા તેના વર્તમાન વિપાકરૂપે જીવને શરીરની ભિન્ન ભિન્ન અવસ્થામાં પૂરાવાનું આવ્યું. આથી તે અવસ્થાને હેય માની તેના પ્રત્યે રાગ-દ્વેષ ન થાય માટે શરીર પ્રત્યે વૈરાગ્ય લાવવા અનિત્ય અશુચિ આદિ ભાવનાઓનું ચિંતન જરૂરી. 1ધર્મ ધ્યાનના ચાર પાયા વડે ચાર ભાવના કઈ રીતે વિચારવી? . આજ્ઞા વિચય વડે બધા જીવો સત્તાએ સિધ્ધ–પૂર્ણ ગુણથી ભરેલા છે તેથી પ્રમોદ અને મૈત્રીભાવ આવે. ધનનો અર્થી જેમ ધનવાનો સાથે મિત્રતા બાંધે તેમ ગુણનો અર્થ ગુણીજનો સાથે મિત્રતા બાંધે. અપાય-વિપાક અને સંસ્થાન વિચયના પાયા વડે કર્મકૃત અવસ્થાની વિચારણાથી કરુણાભાવના અને અતિ ભારી કર્મના, મહાપાપી પર માધ્યસ્થ ભાવના આવે. આપણા આત્માએ વર્તમાનમાં કષાય અને કર્મના વિપાકવાળા તથા જુદા-જુદા સંસ્થાન (આકારમાં) ગોઠવાયેલા જીવો સાથે રહેવાનું છે. જે ક્રોધાદિ કષાયના ઉદયવાળા તેના કારણે તેઓ વિચિત્ર વ્યવહાર કરનારા થાય. કોઈ ક્રોધ-માનને વશ થઈ ગમે તેવા અપશબ્દો, ગાળો, તિરસ્કાર, નવતત્વ // ૩૨૫

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332