Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 330
________________ કર્યો. પાર્શ્વનાથ, નેમનાથ પ્રભુએ નિર્વાણ પહેલા ૧ માસ દેશના બંધ કરી કારણ તીર્થકર નામકર્મનિર્જરી ગયું. જ્યારે વીરપ્રભુએ ૧૬પહોર નિર્વાણ સુધી દેશનાનો વ્યવહાર કર્યો તીર્થંકર નામ કર્મ ખપાવવા. કેવલજ્ઞાન પ્રાપ્ત પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણાનો પણ વ્યવહાર કરે વિનય ધર્મ સ્થાપવા. તીર્થંકરનામ કર્મ ખપાવવા. તીર્થ સ્થાપવાનો વ્યવહાર કરે. આ રીતે સર્વજ્ઞ તત્ત્વને સમજેલાએ સર્વત્ર ઔચિત્ય વ્યવહાર કરવો જરૂરી. જિનાજ્ઞા – ૮ વર્ષ દીક્ષા સ્વીકાર રૂ૫ ઔચિત્ય વ્યવહાર ધર્મ સ્વીકારવો અને તેનું પાલન વિશુદ્ધ કરતા ૯મા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. તેના અભાવે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં દેશવિરતિના ઉચિત વ્યવહાર ત્રણ પ્રકારે કહ્યા છે. (૧) દર્શન શ્રાવક : સમ્યકત્વ સ્વીકાર (૨) વ્રત શ્રાવક : પાંચ અણુવ્રતધારક (૩) ઉત્તરગુણ શ્રાવક ઃ ૧ર વ્રતધારી (શ્રાધ્ધ પ્રતિમા વહન કરનાર). શ્રાવકને અર્થદંડ પાપ સંસારના વ્યવહારમાં સમાધિ ટકે આશ્રિતોની પણ સમાધિ જળવાય તેટલા વ્યવહારને અર્થદંડ પાપ અને એના સિવાયનું સમાજ, કુટુંબાદિમાં પોતાનું સ્થાન, મોભો, સત્તા, પ્રસિધ્ધિ, માન, સન્માદિ માટે અધિક મેળવવા જે વેપાર તે અનર્થ દંડ પાપ, નીતિથી પણ કમાવેલું અનર્થદંડ ગણાય. નવતત્ત્વના ચિંતન વડે આત્મામાં અધ્યાત્મરૂપ સમ્યકત્વ પ્રગટ થાય. તે મૈચાદિ ચાર ભાવનાથી ભાવિત આત્મા જીવો સાથે ઉચિત વ્યવહાર કરવા વડે રાગ-દ્વેષની વૃધ્ધિ અટકાવી અને આત્મ સ્થિરતા રૂપ ધ્યાન પામી કર્મની નિર્જરા વડે સમતા સુખને ભોગવવારૂપ આત્મહિત કરવા વડે મનુષ્યભવ સફળ કરે. 000 નવતત્ત્વ || ૩૨૮

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332