________________
જેથી તેનામાં રહેલા બીજા દોષોને પ્રોત્સાહન ન મળે તેનો ઉપયોગ રાખવાનો. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥
જગતમાં સર્વે જીવો કલ્યાણને પામો અર્થાત્ રોગાદિ સર્વ ઉપદ્રવોથી મુક્ત થાઓ, અને જીવો સ્વપર હિતમાં રકત થાઓ અને સર્વના સર્વ દોષો નાશ પામો અને સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ આવી ઉત્તમ ભાવના કોણ ભાવી શકે? જે આત્માને પોતાના દોષો પ્રત્યે ધૃણા પ્રગટ થાય અને પોતાના દોષો જે દૂર કરવા ઈચ્છે છે તેને જ આવી ભાવના પ્રગટ થાય. આથી સ્વના દોષો દૂર કરવાની રુચિ તીવ્ર થવી જોઈએ, સમક્તિ આવે તો તે આવી શકે. (૪) માધ્યસ્થ ભાવનાઃ
क्रूरकर्मसु निःशङकं देवता गुरूनिन्दिषु आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम् ॥१६॥
(અધ્યાત્મ કલ્પદ્રુમ) જે જીવો કર્મના ભારીપણાના કારણે દેવ-ગુરુ અને ધર્મી આત્માઓ પ્રત્યે અનાદર, દ્વેષ, ઘોર નિંદા, અપમાનાદિ વિરુધ્ધ વર્તાવ કરે અને પોતાની પ્રશંસા કરે, અને સ્વાત્મહિત સાંભળે નહીં અને સંભળાવનારને પણ દુશ્મન ગણે તેવા જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારવો, "આ જીવો ઘોર આશાતના કરવા વડે નરકાદિ દુર્ગતિ સર્જી મનુષ્યભવ હારી રહ્યા છે. પ્રભુ તેમને સબુધ્ધિ આપે." આમ તેના ભાગ્ય પર છોડી ઉપેક્ષા કરે, પણ વિશેષ પ્રયત્ન ન કરે. અધ્યાત્મ સારમાં પૂ. મહો. યશોવિજયજી મ.સા. એ કહ્યું છે કે "નિના નોકર નો જાય, પfપષ્યપિ ભવસ્થિતિ વિત્યા નિંદા કોઈની પણ ન કરવી પણ તેમની ભવસ્થિતિ જ એવી છે કે તેમને આવી બુધ્ધિ સુઝી રહી છે એમ વિચારવું.
આપણા સમતાના પરિણામ જળવાઈ રહે ખંડિત ન થાય માટે જે વ્યક્તિના ગુણ પર પ્રમોદ લાવો તેજ વ્યક્તિના દોષ પર કરુણા અને મહાદોષ
નવતત્વ // ૩૧૮