________________
જીવ પ્રત્યે પ્રમોદ ન આવે પરંતુ જીવમાં રહેલા ગુણોના બહુમાન ભાવથી પ્રમોદ આવે. પ્રમોદ ભાવ વિના સમતાના પરિણામ સામાયિકમાં ન આવે.
સ્વાત્માના ગુણોનો આદર, બહુમાન અને રુચિ આવ્યા પછી જ સર્વ બતાવેલા આજ્ઞા માર્ગની આરાધના વડે આત્મનો વિકાસ નિશ્ચિત.
જિનાજ્ઞા એ સ્વભાવ ધર્મ રૂપ (સમતારૂપ) છે અને તે મારા આત્મામાં જ છે. આ ખાત્રી ન થાય ત્યાં સુધી આત્મા માટે ધર્મ કરી શકું તેમ નથી તેમજ મારા આત્મા વડે થયેલા ધર્મનું ફળ મારા આત્મા સિવાય કોઈને માટે નહીં. અર્થાત્ આત્માએ અંદરનો સ્વાર્થ સ્વ જ્ઞાનાદિ ગુણને સાધવાનો છે પણ મિથ્યાત્વના ઉદયના કારણે આપણે બહારના (ધન, સત્તા, સંપત્તિ આદિ પૌદગલિક) સ્વાર્થ સાધવાના તમામ પ્રયાસ કરવાનું થાય. 2 સમ્યગદર્શન સાથે પ્રમોદભાવનો શું સંબંધ છે?
ગુણોમાં જ્ઞાન ગુણની પ્રધાનતા છે. જ્ઞાનગુણથી વિકાસ યાત્રા શરૂ થાય, સમ્યગદર્શનથી જ જ્ઞાનની શુધ્ધિ શરૂ થાય. સમ્યગદર્શન પૂર્વકનું જ્ઞાન માત્ર જાણકારી રૂપ નહીં પણ આત્માને સ્પર્શનારું થાય અર્થાત્ પુદ્ગલ ભાવોમાં સંતોષ – અટકાવવાનો ભાવ, તીવ્ર આસકિતથી હળવાશ અનુભવે. સ્વાત્મા પ્રત્યે આદર, બહુમાન વધે અર્થાત્ સંસારનું બહુમાન ઘટે અને સંસારમાં ઉદાસીનતા, નીરસતા રૂપ નિર્વેદ ગુણોને અનુભવવા રૂપ રુચિ સંવેગ ભાવ પ્રગટ થાય. પ્રમોદ ભાવની વૃધ્ધિ થાય તેથી દિનતા જાય. a સમ્યગદર્શન એ મોક્ષ (ગુણની પૂર્ણતા)ની બીજભૂત અવસ્થા છે. - આસ્તિકયા કેવલજ્ઞાનના શુધ્ધ અંશરૂપ જ્ઞાનનો આરંભ છે. - અનુકંપા જ્ઞાનથી પ્રકાશિત થયેલી પોતાની દુઃખ દોષ અવસ્થા હેય
લાગવી તે, ન સહન થવા રૂપ મુખ્ય પરિણામ છે. - નિર્વેદ : વીતરાગ અવસ્થાના બીજભૂત, દોષને દૂર કરવારૂપવૈરાગ્ય ભાવ. - સંવેગ = આત્માના સત્તાગત પૂર્ણ ગુણને અનુભવની રુચિરૂપ, આનંદના
નવતત્ત્વ // ૩૧૬