________________
બને. સમ્યકત્વ એ પ્રમોદાદિ ચાર ભાવોથી યુકત જ હોય. મૈત્રી અને પ્રમોદ ભાવ આત્માના ગુણોની પ્રાપ્તિરૂપ. કરુણા અને માધ્યસ્થ એ દોષોથી રક્ષણ અટકાવવા રૂપ છે. 9 આશાતના કયા પ્રભુની નહીં કરવાની?
સત્તાગત પ્રભુને પ્રસન્ન ન કરવા, તેને શુધ્ધ ન માનવા એ મોટી આશાતના. તેનું સ્મરણ ન કરવું, તેની ઉપાસના ન કરવી એ જ અજ્ઞાનતા છે. બહારના પરમાત્માને ઉચ્ચદ્રવ્યો આદિ અનેક ભકિતના પ્રકારોથી પ્રસન્ન કરવાના પ્રયત્નો કરાય છે પણ પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કર્યા વિના તેમની કહેલી વાત માન્યા વિના પ્રભુ કદી પ્રસન્ન થાય નહીં.
यः सिध्धात्मा पर: सोडह, सोडहं परमेश्वरः । मदन्यो न मयोपास्यो मदन्येन न चाप्यहम॥
(યોગપ્રદિપ) પ્રભુની પ્રધાન આજ્ઞા "તું – તથા સર્વ જીવ સત્તાએ સિધ્ધ છો તેથી સ્વ–સર્વ જીવોને પીડા ન આપવું અર્થાત્ સ્વયં સદા પ્રસન્ન રહેવું અને બીજાની પ્રસન્નતામાં બાધક ન બનવું તે જ પ્રધાન જિનાજ્ઞા. તે પ્રમાણે ન કરીએ એટલે આશાતના સત્તાગત સ્વ પ્રભુની અને સર્વજ્ઞ પ્રભુ બન્નેની અશાતના થાય. 3 પ્રમોદભાવ શા માટે ન આવે?
દરેક આત્મા સત્તાએ સિધ્ધ છતાં આપણે તેને માત્ર કર્મકૃત્ પર્યાયથી જાણીએ–ઓળખીએ અર્થાત્ તે કઈ જાતિ? જ્ઞાતિ, પુરુષ કે સ્ત્રીનું કે કયો સંબંધ, પિતા–માતા કે પત્ની, પુત્રી આદિ સંબંધ જોઈએ જાણીએ તેથી રાગાદિ ભાવ પ્રગટે પણ પ્રમોદ ભાવ ન આવે.
ઝવેરી ખાણમાંથી નીકળેલા પત્થરમાં અંદર ઝળહળતું રત્ન જુવે છે પછી મશીનો દ્વારા સાફ કરે તો કરોડોની કિંમત આવે. જેને પત્થરમાં રત્નછૂપાયેલું છે એવી ખબર ન હોય તે તેને પત્થર માની ફેકી દે. તે જ રીતે દરેક જીવો સાથેનો આપણો વ્યવહાર અને બહુમાન પરિણામ કેવો છે? તે વિચારો. ફકત શ્રધ્ધાથી
નવતત્વ || ૩૧૫