________________
અનુપમા દેવીએ પદ્ગલિક રત્નો પરમાત્માને ચડાવીને પરમાત્મામાં રહેલા કેવલજ્ઞાનાદિક શાયિક રત્નો પ્રાપ્ત કર્યા.
અનુપમા દેવીએ નેમીનાથ પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ ગુણ રત્નો જોઈ, પોતાનો દેહ રત્નોથી મઢેલો જોઈ તે ન ગમ્યો તેથી તે બધા રત્નો પરમાત્માને ચડાવી કેવલજ્ઞાન રત્નોનો અનુબંધનો લાભ મેળવ્યો તેથી વર્તમાનમાં મહાવિદેહમાં તેઓ કેવલી તરીકે વિચારી રહ્યા છે. ચંદનાએ માત્ર બાકુળા આપી ૧રા ક્રોડ સુવર્ણની વૃષ્ટિ થવા છતાં તે ગ્રહણ ન કરી પણ ચારિત્રનો સંકલ્પ પરમાત્મા પાસે કરી ચારિત્ર રત્ન મેળવી અને અંતે કેવલરત્ન પણ મેળવ્યું. પરમાત્મા અને તમામ જીવો સત્તાએ સિધ્ધ છે તો તેઓને પરમાત્મા તુલ્ય જોવાથી પ્રમોદ ભાવ પ્રગટે. 0 રાગનો વિકાર સ્નેહાદિ ભાવ છે અને પ્રેમની પ્રભા પ્રમોદભાવ છે.
પ્રમોદભાવથી જગતના તમામ જીવો પોતાના સમાન દેખાય પછી જ દરેક જીવ પ્રત્યે મૈત્રી થશે, રાગ નહીં રાગ આત્મહિતનો વિચાર ન કરવા દે, પ્રેમ આત્મહિતની ચિંતા કરાવે. પ્રેમ સ્વ-પર આત્મામાં વ્યાપે અને ગુણોને પકડે. રાગ એ શરીર અને કર્મકૃત અવસ્થા – સંબંધોને પકડે. રાગનું શુધ્ધ થવું એ પ્રેમ, પ્રેમનું મલિન થવું એ રાગ છે. ગુણ જો દબાય તો દોષરૂપે પ્રગટ થાય. રાગ સંકુચિત છે. તે પોતાના જે માનેલા હોય તેટલા જ કુંડાળામાં પ્રવેશે. જ્યારે પ્રેમ સર્વ જીવો વિષે વ્યાપે. પરમાત્મા રાગથી ખાલી થાય અને પ્રેમથી ભરાય. તેથી સર્વ જીવમાં તે વ્યાપી જાય અને સર્વ જીવોને પરમાત્મા રૂપે જ જુએ. તાત્વિક પ્રમોદાદિ ભાવ સમ્યગુદષ્ટિને અવશ્ય હોય.
भावाणा पुण एसा सम्मदिट्टिस्स होति नियमेण । पसमादिहेउ भावां निव्वाणं पसाहीणी चेव ॥
(ઉપદેશપદ) જિનેશ્વર પરમાત્માની ભાવાજ્ઞાનો અધિકારી સમ્યગુદૃષ્ટિ જ બને, પ્રશમાદિ ભાવ સ્વાત્માના ગુણ પ્રાપ્તિ સન્મુખ કરનારા હોવાથી તે મોક્ષ સાધક
નવતત્ત્વ // ૩૧૪