________________
ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરે.
ભાવના એ ઈચ્છાયોગ અને તે રૂપે થવાનો પુરુષાર્થ રૂપ અભ્યાસ એ શાસ્ત્રયોગ અને અભ્યાસ કરવા આત્મા પોતાના સહજ ગુણમય બની જાય ત્યારે તે સામર્થ્યયોગ છે. મૈત્યાદિભાવના રૂપ વ્યવહાર ધર્મ સાથે આત્મ સ્વભાવ રૂપ નિશ્ચય ધર્મ ન હોય તો માત્ર શુભ પુણ્ય બંધાય.
શુધ્ધ ધર્મના લક્ષપૂર્વક કરાતા વ્યવહાર ધર્મમાં જેટલા શુધ્ધ પરિણામ પ્રગટ થાય તેટલી નિર્જરા અને પ્રશસ્ત ભાવ થાય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. a પ્રમોદ ભાવનું ઉત્કૃષ્ટ ફળ શું?
પૂર્ણ ગુણમય પરમાત્માના દર્શન થતાં આનંદ–બહુમાન ભાવ થવો. પરમાત્મા ગમવા, પરમાત્મા થવાની રુચિ થવી. તે સિવાયના બીજા બધા મનોરથ બંધ થવા અને પરમાત્મા થવા માટે તે સિવાયના સંયોગો હેય લાગવા તેમાં ઉદાસીનતા આવવી, સ્વદોષો સહન ન થવા, દૂર કરવાના ભાવ, રુચિ થવી અને ગુણોની પ્રાપ્તિ, અનુભૂતિની તીવ્ર ઝંખના, રસ, રુચિ પ્રગટ કરવી. તે માટે દોષોના ત્યાગ રૂપ અને સર્વગુણોને પ્રગટ કરવાના પરમ ઉપાય રૂપ સર્વ સંગના ત્યાગ રૂપ સાધુપણું ગમવું તેની રુચિ થવી અને તેના માટે અપૂર્વ પુરુષાર્થ કરવાનું શરૂ કરે તે પ્રમોદ ભાવનું ઉત્કૃષ્ટ ફળ છે. અર્થાત્ પોતાના આત્મ ગુણોની અનુભૂતિ
જ્યારે કરતાં થાય ત્યારે પ્રમોદભાવ – સ્વભાવ રૂપ થયો કહેવાય. a પ્રમોદ ભાવની પુષ્ટિ માટે શું જરૂરી? પુદ્ગલનો રૂપ વૈભવ કે આત્માનો ગુણ વૈભવ?
પરમાત્માની રત્નોથી સુંદર અંગરચના જોઈ આનંદ આવે. બીજે દિવસે આંગી ન હોય તો અંદર આનંદ ન આવે, તો આનંદ શેનો? પરમાત્માના ગુણ વૈભવ પર દષ્ટિ ન હોવાથી આનંદ ન આવ્યો. પરમાત્માના ગુણો સ્વાત્મામાં તે ગુણો પરિણમે તેની રુચિ પૂર્વક જો રટણ કરવામાં કે સ્તવના કરવામાં આવે તો તે ગુણો આપણામાં અંશથી પણ પ્રગટ થાય. તે પ્રમાણે બીજાના દોષોને જો રસ પૂર્વક સાંભળીયે, જોઈએ કે કહીએ તો તે દોષો પણ આપણામાં આવ્યા વિના ન રહે.
નવતત્ત્વ // ૩૧૩