________________
ક્ષીણમોહ ૧રમા ગુણ સ્થાને રહેલા - પૂર્ણ મોહ ક્ષય વીતરાગતાને
ભોગવે. પણ હજી પૂર્ણ જ્ઞાનાદિ ગુણ પ્રગટ્યા નથી. (૫) ૧૧મે ઉપશાંત મોહવાળા - સત્તામાં મોહ છે પણ ઉદયમાં નથી તેથી
૧૨મા કરતા ૧૧મે વિશુધ્ધિ ઓછી. (૬) ૭મા ગુણ સ્થાનકે ૧૦મા સુધીના જીવોચડતા વિશુધ્ધ પરિણામે પરિણમી
રહ્યા છે, તેથી તેઓ મોહને આધીન નથી તેથી તેઓ પણ સુખી છે.
ઠ્ઠા ગુણ ઠાણાવાળા જીવો જેઓ અપ્રમત્ત થવાના લક્ષપૂર્વક મોહથી સાવધાન બની મોહને નિષ્ફળ કરવાના પ્રયત્નવાળા હોય ત્યારે સુખી પણ જેટલા અંશે મોહને આધીન થાય તેટલા અંશે દુઃખી. "સાધુ સદા સુખીયા ભલા દુઃખીયા નહીં લવ લેશ" જે સાધુ ગૃહસ્થનો પરિચય કરવામાં અને બાહ્ય પ્રવૃત્તિમાં પડી જાય તેઓ તે સુખ ન ભોગવી શકે. સમ્યગુદષ્ટિ કે દેશવિરતિ જેટલા અંશે વિરતિના પરિણામમાં હોય અને સમ્યગુદર્શનના પરિણામમાં હોય ત્યારે અનંતાનુબંધી કષાયને આધીન નથી એટલા અંશે સંતોષ, સંવેગાદિપરિણામના અનુભવના કારણે તેટલી આંશિક સુખની અનુભૂતિ તેમને હોય પણ સાથે અપ્રત્યાખાનાદિ ચારિત્ર મોહના ઉદયના કારણે પીડા અનુભવે તેનું તેને દુઃખ પણ હોય. અપેક્ષાએ સમ્યગદષ્ટિ સૌથી વધારે દુખી શા માટે?
સમ્યગુદષ્ટિ આત્માને સર્વજ્ઞ વચનથી પૂર્ણ પ્રતીતિ કે મારા આત્મામાં અનંત સુખ, અનંત જ્ઞાનાદિ સંપત્તિ છતાં મારે બહાર ભીખારીની જેમ ભટકવું પડે છે. મારા નિર્મળ આનંદ ભોગવવાને બદલે પુગલનો ભોગ ભોગવવો પડે છે. અનેક પ્રકારની પરાધીનતાને આધીન બનેલો આનંદને બદલે મોહની પીડા અનુભવું છું. આથી સમ્યગુદષ્ટિ વધારે દુઃખી છે. a શુધ્ધ ધર્મથી ધર્મની જ વૃધ્ધિ થાય
ધર્મનો પુરુષાર્થ મિથ્યાત્વ છૂટે પછી જ થાય. આત્માની સત્તામાં જ ધર્મ છે અને તે પ્રગટેલા આંશિક ધર્મ વડે જ સત્તામાં રહેલા કેવલજ્ઞાનરૂપ પૂર્ણ ધર્મ
નવતત્વ || ૩૧૧