________________
ભાવ મળી શકે તેમ છે. કોઈ પણ વ્યકિતના દોષ જોવાને બદલે ગુણ જોવાથી આત્મામાં અકળામણ નહીં થાય. || સુખીના આલંબનથી સુખી અને દુખીના આલંબનથી દુઃખી થવાયઃ
માટે કોણ સુખી કોણ દુઃખ તે જાણવું જરૂરી. સર્વ પ્રકારનું શાશ્વત પૂર્ણ સુખ સિધ્ધના આત્માઓ ધરાવે છે. તેનો જ પૂર્ણ અનુભવ કરે છે અને કોઈના પણ દુઃખમાં નિમિત્ત પણ બનતા નથી. માત્ર સુખી થવાનું આલંબન જગતના જીવોને આપી રહ્યા છે. જીવ માત્ર પૂર્ણ સુખને ઈચ્છે છે પણ સિધ્ધનું આલંબન લેનારા કેટલા?
અરિહંતના આત્માઓ જન્મતા ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તેથી તેમને જગતનું તાત્વિક જ્ઞાન છે. સાચું સુખ કયાં છે અને કઈ રીતે પ્રાપ્ત થાય તેનો સહજ વિવેક સ્વયં તેમને હોવાથી તેઓ ભોગાવલી કર્મની નિવૃત્તિ થવા માત્રથી જ સર્વ સુખ માટે સાધુ ધર્મનો સ્વીકાર કરી, સર્વસુખના સ્વામી એવા સિધ્ધોને જ પ્રથમ નમસ્કાર કરે અને તેનું જ આલંબન લઈને સાધનાનો આરંભ કરે છે.
પોતાના તરફથી કોઈને પણ પીડા પ્રાપ્ત ન થાય અને પોતાના આત્માને પણ પીડા પ્રાપ્ત ન થાય તેનું જ લક્ષ કરીને શરીર પરના પરિષહ ઉપસર્ગોમાં અડીખમ રહીને અને સુખના ભાગી બને છે અને જગતને-પણ અનુપમ સુખનો માર્ગ ફરમાવે છે. 1 સુખી થવાનો ઉપાય-સિદ્ધનું સ્મરણ અને અરિહંતની આજ્ઞાનું પાલન
જેણે સુખી બનવું હોય તેણે સતત સિધ્ધનું સ્મરણ અને અરિહંતની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. નવકારવાળી ઘણી ગણાય જાય પણ તેમાં સિધ્ધાણં પદ બોલાય જાય પણ સિધ્ધનું સ્મરણ આવતું નથી. મોહથી બંધાયેલા પોતાના માનેલા સ્વજનાદિનું સ્મરણ સહજ આવે છે.
સ્વાત્માના ગુણોથી જ સુખ અને દોષોથી જ દુ:ખ આત્માના ગુણોથી જ સુખ અને આત્માના ગુણોના વિકારરૂપ દોષથી
નવતત્વ || ૩O૯