________________
મહિના અંતઃપૂર–પ્રજાજન પાછળ ફર્યું છતાં પાછળ વળીને ન જોયું. પૂર્વે કરેલી પ્રમોદ, મૈત્રી અને કરુણાદિ વિશુધ્ધ ભાવનાની પરાકાષ્ઠાનું ફળ.
ધર્મની શરૂઆત દયાના પરિણામથી થાય અને દયાનો પરિણામ સર્વ જીવોનું જ્ઞાન કરવાથી થાય, આથી દયા માટે પ્રથમ જ્ઞાનની વાત મૂકી. પશ્ચિમ | તો ય | અન્ય દર્શનકારોનું માનવું છે કે જરૂર વગરનું જાણવાની જરૂર શી? સૂક્ષ્મ જીવો, કીડા વગેરેને જાણીને શું કામ છે?
કર્મકૃત પીડા ભોગવતા દરેક જીવ દયાને પાત્ર છે. તેની ઉપેક્ષા એટલે સ્વાત્માની ઉપેક્ષા છે. સ્વ સાથે સર્વ પર કરુણા એ સમ્યગુદર્શનની કરુણા છે. મૈત્રાદિ ચાર ભાવના સમતા સાધનાનું પરમ સાધન છે. સમતા એ જ જીવનું પ્રધાન સાધ્ય છે અને તેને સિધ્ધ કરવા કરુણાદિ ચાર ભાવના એ પરમ સાધન છે.
ધર્મરુચિ અણગાર શુધ્ધદયાના પરિણામે સવથ સિધ્ધવિમાનમાં
ધર્મ રુચિ અણગાર કડવી તુંબડીનું શાક વહોરીને ગુરુને બતાવતા ગુરુએ એને ઝેર રૂપ જાણી જંગલમાં નિર્જીવ ભૂમિ પર પરઠવાની આજ્ઞા કરી, ગુરુ આજ્ઞા શિરો માન્ય કરી જંગલમાં જઈ નિર્જીવ ભૂમિની ગવેષણા કરી ત્યાં શાક પરઠવતા પ્રથમ તેલનું એક ટીપું નીચે જમીન પર નાખીને જોયું તો કીડીઓ સુગંધથી આકર્ષાઈને ત્યાં આવીને ટપોટપ મરતી જોવાઈ. દયાથી વાસિત હૃદય તે જોઈ ન શક્યા ને પરડવા માટે શુધ્ધ ભૂમિ પોતાની અંદર જોઈ – તરત બધું કડવું તુંબડીનું શાક અંદર પરઠવી દીધું. સ્વ જીવની કરુણાના પરિણામની રક્ષા માટે દ્રવ્ય દેહનો નાશનો વિચાર નહીં. દ્રવ્ય–ભાવ પ્રાણીની રક્ષામાં સ્વદેહના ત્યાગ આનંદ સમાધિ માણતા સમાધિ પૂર્વક કાળ કરી સર્વાથ સિધ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમ ના કાળ સુધી તત્ત્વ ચિંતન રમણતાનું સુખ માણી મનુષ્ય ભવમાં આવી નિરતિચાર ચારિત્ર પાળી શાશ્વત સુખના ભોકતા થશે. જે આત્માઓ નિર્મળ કરુણાના પરિણામ વડે બીજાના દુઃખો સહન કરી શકતા નથી અર્થાત્ સ્વ કરુણાની ઉપેક્ષા કરતા નથી પણ કરુણાના રક્ષાર્થે દ્રવ્ય દેહાદિની મમતાનો ત્યાગ કરે છે તે થોડા જ કાળમાં આત્માના નિર્વિકાર અનુપમ શાશ્વત સુખને પામે છે.
નવતત્ત્વ || ૩૦૭