________________
જ સુખી બની શકે તે માટે ઝળહળતું જિનશાસન વિદ્યમાન છે. છતાં જીવો તેનું શરણ લેતા નથી અને મહા દુઃખી થઈ રહ્યા છે તો જો મારામાં શકિત પ્રગટી જાય તો હું બધા જીવોને સર્વથા દુઃખથી મુકત થાય અને સદા શાશ્વત સુખના ભાગી થાય તેવું 'જિનશાસન' બધાને પમાડું. આવી પરાકાષ્ટારૂપ પ્રશસ્ત ભાવ – વરબોધિ સમકિતની હાજરીમાં મહા પ્રશસ્ત કરુણા ભાવના ભાવે છે અને તેના કારણે તેમને તીર્થકર નામકર્મ જે વિશુદ્ધ કોટિના પુણ્યાનુબંધીરૂપ થાય છે. તીર્થકર નામ કર્મની નિકાચના થયા પછી અન્તર્મુહૂર્તમાં જ તેનો પ્રદેશોદય શરૂ થાય જેના પ્રભાવે તેઓ જયાં પણ હોય ત્યાં બીજા બધા કરતા તેઓને સૌથી ઉત્તમ પ્રકારની બાહ્ય વૈભવાદિ સંપત્તિ પ્રાપ્તિ થાય, અને જન્મતા નરકાદિ જીવો પર પણ ઉપકાર કરનારા બને છે. 1 જિનશાસન પમાડવાની જ ભાવના શા માટે ભાવી?
જગતમાં સર્વ જીવો સત્તાએસિધ્ધ સ્વરૂપ છે તેથી તેઓ સુખી છે. દરેકના આત્મ પ્રદેશોમાં સુખ કેટલું?"તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ" આત્માના એક પ્રદેશમાં રહેલું સુખ લોક કે અલોકમાં પણ સમાઈ શકે તેમ નથી છતાં સંસારી જીવો જે કર્મ કાયા અને કષાયને વશ છે તેઓ મિથ્યાત્વ – કષાયના ઉદયે મહાવેદના ભોગવી રહ્યા છે. જ્યાં સુધી આ જીવો જિનના વચન (આજ્ઞા–આગમ) વડે દુઃખના કારણો – મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારના બંધનમાંથી નહીં છૂટે ત્યાં સુધી તેઓ પૂર્ણ સુખી થઈ શકશે નહીં. તેથી તેમને જિનશાસન (જિનાજ્ઞાજિનવચન) પમાડું તેનાથી પ્રતિબોધ કરું આવી મહાકરુણા (પ્રશસ્ત કરૂણા) ભાવના ભાવવા વડે તીર્થકર નામ કર્મ બાંધ્યું અને સ્વયં સાધના કરવા વડે મિથ્યાત્વ-અવિરતિ અને કષાયના બંધનથી પૂર્ણ મુકત થઈ કેવલાદિ ગુણથી પૂર્ણ થયા. એટલે સૌ પ્રથમ કાર્ય ભવ્ય જીવોને કર્મ, કષાય અને કાયાના અનાદિ બંધનથી મુકત કરાવવાની વાણી (વચન) દેશનાનો આરંભ કર્યો અને જીવોની મુકિતમાં પ્રધાન નિમિત્ત કારણ બન્યા.
" જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી આત્મા પર મોહની પકડ રહે ત્યાં સુધી અશુભ ભાવ આવતા વાર નહીં. ત્યાં સુધી આત્માએ સ્વાત્મા પર
નવતત્ત્વ || ૩૦૫