________________
પ્રમાણે દૂર કરવા પ્રયત્ન કરે પણ પોતાની દયાને ગૌણ ન કરે, અર્થાત્ દ્રવ્ય-ભાવ બને કરુણા કરે.
મરવા પડેલા કસાઈને સમાધિ પ્રાપ્ત થાય તે દુર્ગતિમાં પડતો બચી જાય તે માટે બધા પ્રયત્નો કરશે પણ ઉપેક્ષા ન કરે. કસાઈ જીવી જશે તો હિંસા વગેરે કરશે તો મને પાપ લાગશે તેવું વિચારી ઉપેક્ષા ન કરે પણ હું જો તેની સમાધિની ઉપેક્ષા કરું તો મારા કરુણાના ગુણની ઉપેક્ષા થાય. મારા આત્માનું અહિત થાય માટે સ્વાત્માના ગુણની રક્ષા માટે કરે તે નિશ્ચયની દયા છે. આથી સમ્યગુદષ્ટિની દયા નિશ્ચય પૂર્વકની વ્યવહાર દયા હોય તો સામેની દુઃખી વ્યકિતના દુઃખ દૂર કરવા પુરુષાર્થ કરવો. સામેના દુઃખ દુર થાય કે ન થાય તે આપણા હાથની વાત નથી પણ પ્રયત્નો તો કરવા જરૂરી છે તેમ કરવાથી આપણા આત્માની કરુણાની રક્ષા થાય છે નહીં તો કરુણાનો નાશ થાય છે અને કરુણાનો નાશ થાયતો સમકિતનો પણ નાશ થાય.
નિગોદમાં વધુમાં વધુ અવ્યકત વેદના છે, સાતમી નરકમાં પરાકાષ્ઠાનું વ્યકત દુઃખ છે. નિગોદમાં સાતમી નરક કરતા અનંત ગુણ અવ્યકત દુઃખ જીવ ભોગવે છે.
. વર્તમાનમાં આપણને જે દુઃખ થાય છે એની સામે નરક – નિગોદમાં જે દુઃખો પરમાત્માએ કહ્યા છે એની ઉપર શ્રધ્ધા થઈ જાય તો અહીંની વેદના તે વેદના લાગે જ નહીં અને આત્મા સમાધિમાં રહી શકે.
આત્મા અનંતકાળે શરીરરૂપ પુદ્ગલના સંયોગે નિગોદમાં રહ્યો ત્યાં પીડા ભોગવી તેથી જયાં સુધી શરીર નહીં છોડે, અણગાર ન બને ત્યાં સુધી તેની તે પીડા જશે નહીં. હાલમાં તૈજસ કાર્પણ અને ઔદારિક એવા ત્રણ ઘરોમાં રહેલો છે. તેમાંથી નીકળી જાય તો જ પીડા દૂર થાય અને સંપૂર્ણ સુખ મળે. સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્ય (૨૦૦૦ હાથ) જેટલી મોટી કાયા મળે અને તે જ જીવ કર્મ–કષાયને વશ થઈ કોઈ જોઈપણ ન શકે તેવી સૂક્ષ્મનિગોદની કાયામાં પણ પૂરાય ત્યાં પુરાયેલો છે. એક શરીરમાં અનંતા જીવો સાથે ભેગા રહેવાનું
નવતત્ત્વ || ૩૦૩