________________
છે છતાં તેનો આદર નથી કરતો અને તુચ્છમાં તુચ્છ પદ્ગલિક વસ્તુ માટે જીવન બરબાદ કરી રહ્યો છું. આના જેવી મોટી મૂર્ખાઈ બીજી ન હોઈ શકે.
મનુષ્ય ભવમાં પ્રભુનું શાસન મળ્યા પછી પણ આ વાત અંદર ઉતરતી નથી, તેનું કારણ મોહ છે. પરમાત્માનું શાસન ગુણ પ્રધાન છે. તેમાં વ્યકિત, જાતિ, જ્ઞાતિને સ્થાન નથી. મૈત્રી ભાવ અને પ્રમોદ ભાવ આવે તો આત્માનું ઉત્થાન થશે પછી કરુણાભાવથી આત્માની વિકાસયાત્રા કરવાની છે.
જે રાખે પરપ્રાણને દયા તસ વ્યવહારે. નિજ દયા વિના કહો પર દયા હોવે કવણ પ્રકારે
(મહો. યશોવિજયજી મ.સા.) ૧૨૫ ગાથાના સ્તવનમાં મહો. યશોવિજયજી મ.સા. ફરમાવે છે કે બીજાનું દુઃખ જોઈ તે દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે વ્યવહારે કરુણા છે. જો છતી શકિતએ બીજાના દુઃખ દૂર ન કરી શકીએ તો દયા છે જ નહીં પણ હૃદય કઠોર કહેવાય. પ્રયત્ન કરવાથી તે દુઃખ દૂર થાય જ એવો નિયમ નહીં. જેમકે કોઈ રોગથી પીડાતો હોય તો તેના પ્રત્યે દયા લાવી તેના રોગ નિવારણ અર્થે ઔષધ સેવાદિ ઉપચાર કરવાથી તેને રોગ મુકિત, સ્વસ્થતા મળે જ એવો નિયમ નહીં પણ શકિત પ્રમાણે કરવાથી આપણા કરુણા પરિણામની રક્ષા થાય છે.
"એકતા શાન નિશ્ચય દયા સુગુરુ તેમ ભાખે, જેહ અવિકલ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે.'
(પૂ. મહો. યશોવિજયજી) જે પોતાના સમતા સ્વભાવને બાધા ન આવવા દે તેની રક્ષા કરે અર્થાત્ વિકલ્પોમાં ન ચડે અને સ્વસ્વભાવમાં સ્થિર રહે તેનિશ્ચયથી દયા. સમ્યગુદષ્ટિને નિશ્ચય પૂર્વક વ્યવહાર દયાનું પાલન હોય, ગુણસ્થાનને અનુસારે પરિણામમાં ભેદ પડે ચોથે ગુણ સ્થાનકે વ્યવહાર પ્રધાન નિશ્ચય હોય તેમ આગળ આગળના ગુણ સ્થાનકે વ્યવહારની ગૌણતા નિશ્ચયની પ્રધાનતા વધતી જાય.
સમ્યગુદષ્ટિ જીવ બીજાના દ્રવ્ય અને ભાવદુઃખને જોઈને બન્નેને શકિત
નવતત્વ || ૩૦૨