________________
અને સ્વીકારવાની છે. તો જ આપણને પાંચમો આરો, નબળો કાળ વિશેષ અસર કરી નહીં શકે.
આપણે અત્યારે દેહને (પરને) નિહાળીએ છીએ. આત્મા છે એવો નિર્ણય થાય તો જ દેહમાંથી છૂટવાની વાત આવે.
આત્માના અસ્તિત્વનો ખ્યાલ આવે ત્યારે જ આત્માનો નિર્ણય થશે. અનાદિકાળથી પર ઘર રૂપ શરીરમાં પ્રવેશ થઈ ગયો છે. હવે આત્માએ આત્માના ઘરમાં આવવાનું છે.
ભાવ ધર્મની શરૂઆત દયાના પરિણામથી થાય છે. જીવ પર દયાનો પરિણામ થવો જોઈએ. અજીવ પર નહીં. આપણને શરીર પર દયા આવે છે. પણ આત્મા પર દયા આવતી નથી. જીવાજીવ રૂપે થઈ ગયા છીએ પણ હવે જીવ રૂપે થવાનું છે.
સર્વજ્ઞની દષ્ટિ વિના ૧૪ રાજલોકના જીવોનું જ્ઞાન થવું જ મુશ્કેલ છે. કારણ કે બાદર કે સૂમ નિગોદ, એકેન્દ્રિયનું સ્વરૂપ સર્વજ્ઞની દૃષ્ટિ વિના જાણી શકાય તેમ નથી.
એકાંત નિશ્ચયવાદીઓનું માનવું છે કે જરૂર વગરનું જાણવાની શી જરૂર છે? બધા સૂક્ષ્મ જીવો, કીડા વગેરેને જાણવાની શી જરૂર છે? બૌધ્ધ દર્શન પણ આવું કહે છે. અન્ય દર્શનો પણ કહે છે કે આ બધા સૂક્ષ્મ જીવોને જાણીને આત્માને શું લાભ થાય?
દરેક જીવ પ્રત્યે કરુણાનો પરિણામ જોઈએ. સાથે સાથે સ્વ ઉપર કરુણા આવવી જોઈએ. મૈચાદિ ચાર ભાવના સાધનાનું પરમ સાધન છે સમતામાં જવાનું લક્ષ જોઈએ. સાધનાની સાથે સાધ્ય ભળે તો જ સ્વભાવમાં જઈ શકાય આપણે સાધ્યનું લક્ષ્ય ચૂકી જઈએ છીએ તે ખોટું છે. તે જીવની મોટી મુબંઈ કઈ? સત્તાથી હું સિધ્ધ અને ભવ્ય છું. પરમાત્મા સ્વરૂપે બનવાની લાયકાત
નવતત્વ // ૩૦૧