________________
(૩) પ્રમોદભાવના:
જીવ પ્રત્યેના કટુ ષ ભાવને દુર કરવા દર્શનભાવના, જ્ઞાનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્ય ભાવનાથી ભાવિત કરવા માટે પ્રથમ નિશ્ચયથી પ્રમોદ ભાવમાં જવું પડે તે માટે ગુણ દષ્ટિ કેળવવી પડે. વ્યવહારથી પ્રમોદ ભાવ એટલે પરસુહ તુષ્ટિમુદિતા . (અધ્યાત્મ કલ્પદ્રુમ) બીજાને સુખી જોઈ આનંદ અનુભવો અર્થાત્ આપણને આનંદ આવે. જયારે નિશ્ચયથી પ્રમોદ ભાવ એટલે
__ अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥१४॥
(અધ્યાત્મ કલ્પદ્રુમ) સર્વજ્ઞ તત્ત્વ દૃષ્ટિથી જગતને જોવાની યોગ્યતાને કારણે વસ્તુને માત્ર પર્યાય દષ્ટિ ઉપરછલી દષ્ટિથી ન જોતા પણ વસ્તુને પૂર્ણ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય દષ્ટિથી જોવાને કારણે તે જીવને તેની સત્તાગત અવસ્થા જોવાથી તેમાં તેને પૂર્ણ ગુણના દર્શન થાય છે અને દોષોને જોતો નથી તેથી ગુણનો પક્ષપાતી બનેલો તે ગુણોને જોઈ આનંદને પામે છે તેનો પ્રમોદ ભાવ છે.
નિશ્ચય પ્રમોદ વિના સ્વ જીવ સાથે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને કર્મ-કષાયને આધિન સ્વ સાથે સર્વ જીવો પર કરુણા ભાવ અને તીવ્ર દોષને આધીન થયેલા જીવો પર માધ્યસ્થ ભાવ પણ નહીં આવે. આ ચાર ભાવના વિના શુધ્ધ સ્વભાવ (સમત્વ) રૂપ નિશ્ચયધર્મ પ્રગટ નહીં થાય.
પ્રમોદભાવની પ્રાપ્તિ માટે માટે ધન કે તપની જરૂર નહીં?
વર્તમાનમાં પ્રગટ ગુણોને પકડવામાં આવે તો પ્રમોદ ભાવ આવે. સત્તાગત ગુણોને પકડવામાં આવે તો ગુણના પક્ષપાતપણાથી તેના દોષોને જોવાનું છૂટે અથવા દોષોને દૂર કરવાનું આવે તો સહજ પ્રમોદની પ્રાપ્તિ થાય. આત્માનું સુખ આત્માના ગુણથી મળશે અને તે ગુણની અનુમોદના કરવાથી સુલભ થાય. તેમાં વિશિષ્ટ તપ કે પૈસા ખરચવા પડતા નથી. ઊંધી મહેનત ઘણી કરી. જગતને છેતરવામાં બહાદુરી બતાવી પણ ફકત ગુણ તરફ દષ્ટિ ફેરવવાથી મફતમાં પ્રમોદ
નવતત્ત્વ || ૩૦૮