________________
રોગી છે એકને સાધ્ય રોગ છે. એકને અસાધ્ય રોગ છે, ઉપાય કરવા વડે જેના રોગ (દોષો) દૂર થઈ શકે તે સાધ્ય રોગી અને જે ગમે તેટલા ઉપાય કરવા છતાં રોગ (દોષો) દૂર ન થાય ઉલટા સ્વ પર વૃધ્ધિ થવાનો સંભવ રહે તે અસાધ્ય રોગી જે દૂર થાય તેમ નથી તો તેમાં મહેનત કરીને શક્તિ અને સમય ન વેડફાય. જે જ્ઞાની હોય તે નિષ્ફળ કાર્યનો આરંભ કરનારા ન હોય. આથી સાધ્ય રોગી પર કરુણા કરવાની અને અસાધ્ય રોગી પર માઘ્યસ્થ ભાવના ભાવવાની છે. આપણા આત્માના પરિણામો કૂણા રહે અને તેઓ દુઃખી ન થાય તે માટે કરુણા કરવાની છે. જે દેવગુરુ ધર્મની ભયંકર નિંદા—ટીકા કરે છે તેના પર ઉપેક્ષા કરવી એ જ ધર્મ. પણ તેમના દોષો જોઈ આપણી બળતરા વધશે અને તેમનો સુધારો થશે નહીં. હૈયા બાળવા કરતા વિચારવું, પાંચમાં આરામાં જીવો શ્રધ્ધાહીન, સહજ અસત્ પ્રવૃત્તિ વિશેષ કરનારા થશે, પ્રભુના સમયમાં પણ જમાલી, ગોશાલક જેવાને પ્રભુ સુધારી શક્યા નથી તો આપણું શું સામર્થ્ય ! જીવોની તેવા પ્રકારની ભવસ્થિતિ વિચારી માધ્યસ્થ ભાવ ધારણ કરી આપણે દ્વેષભાવથી અટકી જવું તે આપણા માટે હિતાવહ છે. તેને વિશેષથી દ્વેષ પ્રગટાવવામાં નિમિત્ત ન બનીએ.
परिहर परचिन्तापरितापं चिन्तय निजमविकारं रे । (શાંતસુધારસ)
પૂ. મહો. વિનયવિજયજી મ.સા. શાંતસુધારસમાં ફરમાવે છે"તું આત્મામાં પરનું વિચારીને તારા આત્માને શા માટે સંતાપ આપે છે ? જે તારા હાથમાં નથી તે તારા સામર્થ્યની બહાર છે ! તેનો વિચાર ન કર, પણ જે અધિકારી એવો તારો આત્મા જે સત્તામાં છે તેનો વિચાર કર. તું વીતરાગ છો તો તારે શા માટે કોઈ સંકલ્પ વિકલ્પ કરી દુઃખી થવું."
શાસનના પ્રત્યનિક પર માત્ર માધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ :
મન વિનાના જીવો (એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો) દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અજ્ઞાન હોવાથી તેના દ્વેષી બનતા નથી. પણ જે મનવાળા પંચેન્દ્રિય જીવો મિથ્યાત્વ અને તીવ્રકષાયના કારણે દેવ, ગુરુ અને ધર્મના વિશેષથી દ્વેષી બને અને પોતાના સ્વાર્થ માટે શું ન કરે ? દેવ દ્રવ્યનો નાશ કરે, ચૈત્ય–પ્રતિમા,
નવતત્ત્વ // ૩૨૦