________________
આત્માની અનુભૂતિ નથી. કાઉસ્સગ્નમાં બહિરાત્મામાંથી મટીને અંતરાત્મામાં આવી પરમાત્મ પદની અનુભૂતિ કરવાની છે. બારે પ્રકારના તપ કાયાની માયાને તોડવા માટે જ છે. અણસણ પછી ઉણોદરી વગેરેનો ક્રમ અભ્યાસ માટે છે.
તપ તે જ દીપે કર્મ ઝીપે નૈવ પરભણી; મુનિરાજ કરૂણાસિંધુ, ત્રિભુવન બંધુ પ્રણમું હિત આણી.'
(પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) તપ તે જ કરી શકે છે પરથી (કાયાથી) ચિત્ત હટાવી લે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, તે નિજ સ્વભાવને ભોગવી શકે. માટે પોતાના સ્વરૂપનું સ્મરણ સતત જોઈએ, રૂપનું વિસ્મરણ જોઈએ. પોતાના આત્માના સ્વરૂપનું જ ભાન નથી તેમાં કરુણા છે જ નહીં. આત્માની કરુણા વિના આત્માનું ધ્યાન ધરી શકાય નહીં. તે ધ્યાન મુનિઓ કરી શકે છે. જેઓમાં આત્મા પર કરુણા પ્રગટવાને કારણે સતત કાયાથી છૂટવાની સાધના ચાલતી હોય છે. આથી કાઉસ્સગ ધ્યાનમાંવિશેષથી મુનિઓ સાધના કરતા હોય છે. ઉત્સર્ગ મા મુનિએ, ગુપ્તિમાં રહેવાનું છે.
"ગુણિ પ્રથમ સાધુની રે, ધર્મ શુક્લનો રે કંદ વસ્તુ ધર્મ ચિંતન રમ્યા રે, સાથે પૂર્ણાનંદા રે.
(પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) દીક્ષા લઈને તરત જ બાહુબલી એક વર્ષ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, અને એક વર્ષના કાઉસ્સગ્ગ ધ્યાનના સાધનાના ફળ રૂપે કેવલજ્ઞાન પ્રગટ થયું. એક વર્ષ કાયાની સ્પૃહા છોડી તેની સામું દષ્ટિ પણ ન કરી. વેલો ઉગી ગઈ, રાફડા થયા, પંખીઓ માળા બાંધ્યા છતાં તેનું તેમને ભાન પણ ન હતું. એવી રીતે આત્મામાં ખોવાઈ ગયા કે અંદર કર્મો બધા ખખડી ગયા.
" જેહ રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણ, દેહ નિર્મમ સદા; કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન સંન્યાસી સદા.'
પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) આમ કાઉસ્સગ્ગ અનુષ્ઠાન કરવા દ્વારા કાયાની મમતા દૂર કરવી જરૂરી
નવત
|| ૨૭૬