________________
નિશ્ચયથી પ્રમોદભાવની પ્રધાનતા છે. સર્વ જીવો સત્તાએ સિધ્ધત્વ ધરાવે છે અર્થાત્ ગુણની પૂર્ણતા ધરાવે છે તેથી જીવો સાથે મૈત્રી કરવાની છે. પ્રમોદભાવ ગુણ સંબંધી છે. સર્વ જીવમાં સત્તાએ ગુણની સમાનતા છે તેથી સમાન વચ્ચે મૈત્રી બંધાય. મૈત્રીએ સમાન સંબંધ ભાવ રૂપ છે. તેથી વ્યવહારથી મૈત્રી ભાવથી બીજા કરુણાદિ ભાવની ઉત્પત્તિ અને નિશ્ચયથી પ્રમોદ ભાવથી મૈત્રી ભાવની ઉત્પત્તિ છે. અર્થાત્ નિશ્ચયથી સત્તાગત ગુણની અપેક્ષાએ સર્વ જીવો સાથે મૈત્રી અને વ્યવહારથી જયાં ગુણોની રક્ષા–શુધ્ધિ અને વૃધ્ધિ થતી હોય ત્યાં જ મૈત્રી કરાય. પરહિત ચિંતામૈત્રી – આત્માનું હિત ગુણની રક્ષા શુધ્ધિ કે વૃધ્ધિ જ થવાથી થાય પણ ગુણની હાનિથી ન થાય, તેથી મૈત્રી ભાવનું હોવું જરૂરી.
દરેક સાથે મૈત્રી ભાવ કેળવવાનો પરંતુ સર્વજ્ઞ તત્ત્વને જાણીને પરમ વિવેક જોઈએ. લોકમાં વીતરાગના શાસનનું બહુમાન અને સ્વના આત્માનું પણ શાસન પ્રત્યે વફાદારી, સમર્પિત, પરિણત થઈને રહે. જિનશાસન, ગુણપ્રધાન તેથી મૈત્રી પણ સાધુએ ગુણપ્રધાન સાથે જ કરવાની અને બાકી બધા સાથે ઔચિત્ય વ્યવહાર પૂર્વક વર્તવાનું તેમાં ખામી ન આવે. બીજા કોઈને પણ શાસન, સમુદાય, ગુરુ આદિ પ્રત્યે દ્વેષ–અપ્રીતિ ન થાય તેની કાળજી કરવી. જે વિચારથી આચારથી સિધ્ધાન્તથી ભ્રષ્ટ હોય તેની સાથે પણ ઉચિત વ્યવહારથી જ વર્તવું, વિશેષ પરિચય ન કરવો. શાસનના વિશિષ્ટ – રક્ષાદિના કામમાં વિવેકપૂર્વક તેમની સહાય પણ લેવી. સંયમ–સમાધિમાં સહાયક પણ બનવું.
મૈત્રી ભાવ પ્રમાણે વર્તવા શું કરવું?
તે માટે પાપની પ્રવૃત્તિ છોડવી. તે છોડયા વિના જગતના મિત્ર ન બની શકાય તે માટે શ્રાવકને ઉચિત વ્રતો, સામાયિક, પૌષધાદિનિશ્ચય પ્રવૃત્તિમાં જેટલા કાળ રહે તેટલા કાળ તે બીજા જીવોને પીડા ન આપવા રૂપ સાચી મૈત્રી છે. ચોથે ગુણ ઠાણે મિત્ર બનવાનો ભાવ અને પાંચમે વિરતિ દેશથી સ્વીકારવા વડે તેટલા કાળ જીવોને પીડા ન આપવા રૂપ મૈત્રી અને સર્વવિરતિ સ્વીકારવા વડે છટ્ટે ગુણઠાણે સર્વ જીવોને આજીવન પીડા ન આપવા રૂપ મૈત્રી છે. સાધુપણું એટલે હૃદયને કોમળ બનાવવાની પ્રક્રિયા. જડના રાગે જીવ કઠોર બન્યો. હવે જીવના
નવતત્ત્વ // ૨૫