________________
सव्वे जीवा वि इच्छति जीविडं न मरिज्जलं ॥
| (દશ વૈકાલિક) સર્વ જીવોને પ્રાણ વહાલા છે તેથી કોઈને મરવું ગમતું નથી. પણ જીવવું બધાને ગમે છે. આથી જિનની આજ્ઞા છે કે પચેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ આદિ કોઈ પણ જીવને હણવા કે પીડા આપવી જોઈએ નહીં પણ શક્તિ હોય તો તેમની રક્ષા કરવી જોઈએ. તેમના દુઃખો દુર કરવા જોઈએ. નિશ્ચયથી દયાઃ
એકતા શાન નિશ્ચય દયા, સુગુરુ તે ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. (૪)
જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે. નિજ દયા વિણ કહો, પર દયા, હોએ કવણ પ્રકારે. (૪૭)
રાગદોષ રહિત એક જે દયા શુધ્ધ તે પાળે, પ્રથમ અંગે એમ ભાખ્યું, નિજ શકિત તે આજુવાળે.
(પૂ. મહો. યશોવિજયજી) નિશ્ચયથી દયા–સ્વ ભાવ પ્રાણોની (સ્વભાવની) રક્ષા કરવી અર્થાત્ પોતાના જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવી. રાગ-દ્વેષ દોષથી મુકત થવું. શુભઅશુભ વિકલ્પોનો ત્યાગ કરવો તે શુધ્ધ દયા છે. જે બીજાના દ્રવ્ય પ્રાણીની રક્ષા કરે છે પણ પોતાના ભાવ પ્રાણોની રક્ષા કરતો નથી તો તેની દયા માત્ર વ્યવહારથી જ છે. આથી સ્વ ભાવ પ્રાણીની રક્ષા સાથે પરના દ્રવ્ય–ભાવ પ્રાણોની રક્ષા કરવી એ તાત્ત્વિક કરુણા છે.
કરુણાભાવ પ્રશસ્ત મોહનો ભાવ છે. મોહમાં રહેલાને જ કરુણા થાય. દોષ જેને નથી ગમતાં તેને જ દોષિત વ્યક્તિના દોષ પ્રત્યે કરુણા થશે. આત્માને પોતાના આત્માની કરુણા ન આવે અર્થાત્ પોતાના દોષો પર કરુણા ન આવે અને બીજા વ્યકિતના દોષો પર કરુણા આવે તો તે કરુણા વ્યવહારે કરુણા છે. વાસ્તવિક પોતાના આત્મામાં રહેલા દોષ પર દ્વેષ અને કરુણા કરવાનો છે પછી જ જગતના
નવત
|| ૨૯૮