________________
પ્રેમે જીવ દયાના પરિણામ વડે જીવ પ્રત્યેના દ્વેષ દૂર કરીને સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ કેળવીને સર્વના મિત્ર બની જીવને શીવ–આનંદના ધામ અર્થાત્ બહિરાત્મામાંથી નીકળી અત્તરાત્મામાં આવી પરમાત્મા બનવાની સાધના કરી સિધ્ધાત્મા રૂપે થવાનું છે. 0 પૈવ્યાદિભાવ ધર્મનો અધિકારી કોણ બને?
જગતના સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન જોવામાં આવે ત્યારે જ મૈચાદિ ભાવ આવે, તો જ આત્મા ભાવ ધર્મમાં આવી શકે. ભાવ ધર્મ એ વ્યવહારરૂપ છે અને તેના વડે નિશ્ચયધર્મ – સ્વભાવધર્મમાં આવવાનું છે. મૈત્રીભાવ પણ ન આવે તો સમ્યગદર્શન નથી. સમ્યગદર્શન એ સ્વભાવ ધર્મના રુચિ પરિણામરૂપ છે. મૈત્રીભાવ જિનાજ્ઞા મુજબનો હોવો જોઈએ. સ્વપરના હિતની પ્રધાનભાવવાળી મૈત્રી સાચી મૈત્રી છે. જિનાજ્ઞા ગૌણ કરીને જગત સાથે મૈત્રી કરવાની નથી. પણ સર્વ સાથે અંતરમાં મૈત્રી ભાવ રાખવાનો છે. કોઈ પ્રત્યે દ્વેષ – વેર ન રાખે પણ તેના પણ હિતની ભાવના કરે. મનમાં પણ તેનું અહિત ન વિચારે 'અપરાધીશું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂલ' આ સમકિતનું લક્ષણ છે.
મૈત્રીભાવ સારું લગાડવા કે સારા દેખાવા માટે કરવો એ સ્વાર્થભાવ છે.
મૈત્રી ગુણની પ્રધાનતા હોય ત્યાં જ કરવાની છે. ફકત ટોળામાં ભેગા થઈને સારા થવું, તે મૈત્રી ભાવ નથી તે તો સ્વાર્થ ભાવથી ભેગા થયા કહેવાય. ગુણનો પક્ષપાત હોય તો જ આત્મહિતનો પક્ષપાત તે જ મૈત્રી ભાવ કહેવાય. નહીં તો મૈત્રીના નામે ભેગા થઈ પોતાની વિરુદ્ધ માન્યતા ધરાવતા હોય તેને ઉતારી પાડવાનું હલકા પાડવાનું કાર્ય થાય તો ત્યાં મૈત્રી ભાવ નથી. જગત સુધરે નહીં તો કાંઈ નહીં પણ જાત બગડવી ન જોઈએ.
જીવ સાથે મૈત્રી કરવાની છે. કારણ કે જીવમાં ગુણ છે તે ગુણો માટે જ મૈત્રી કરવાની. આથી પોતાના અને આત્માના ગુણો જે રીતે વિકાસ પામે તે રીતે
નવતત્વ || ૨૯૬