________________
રાગ ઓછો કરે. તે રાગ પંચપરમેષ્ઠિના સત્સંગ તરફ વાળે. કુટુંબાદિ સંયોગો પ્રત્યેનો રાગ પંચ પરમેષ્ઠિના સત્સંગ તરફ વળે. કુટુંબાદિ સંયોગો પ્રત્યેનો રાગ પંચપરમેષ્ઠિ તરફ વાળવો એ જ પ્રીતિ અને ભકિતયોગ છે.
સંપૂર્ણ કાયોત્સર્ગ આવશ્યક સર્વવિરતિ વિના ન જ થાય. પચેન્દ્રિયતિર્યંચ દેશવિરતિ લઈ શકે, કાઉસ્સગ પણ કરી શકે અને અનશન પણ કરી શકે છતાં સંપૂર્ણપણે સદા માટે કાયાથી ન છૂટી શકે તેવા પરિણામ ન થાય, શ્રાવકના ૧૧ વ્રત જ પાડી શકે. ચારે આહારના અનશનપૂર્વક કાળ કરે તો પણ ૮માં દેશલોકથી આગળ ન જઈ શકે. સર્વ ઘાતિ કર્મોનો ક્ષય ન કરી શકે.
- ચંડકૌશિક પ્રભુ વીરથી પ્રતિબોધ પામ્યો. જગતને જોવાનું બંધ કરી મુખ બિલમાં નાખી દીધું. કીડીઓથી ચળાઈ ગયો છતાં શરીર પણ હલાવતો નથી. ચારે આહારના અનશનપૂર્વક સમભાવમાં જ રહીને પ્રાણ ત્યાગ કર્યો છતાં ૮માં દેવલોકમાં જ ઉત્પન્ન થયો. આથી સર્વ ત્યાગના સંવર પરિણામરૂપ વિરતિ વિના સર્વ કર્મનો ક્ષય પણ ન થાય.
પ્રથમ સંઘયણવાળા સંશી પંચેન્દ્રિય પણ સર્વવિરતિના પરિણામ વિના મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. અનુત્તરવાસી દેવલોક પણ પામી શકતા નથી પણ રૌદ્ર ધ્યાન કરવા વડે ૭મી નરકમાં જઈ શકે, શુક્લધ્યાન ન કરી શકે.
સંઘયણ બળની સાથે સંપૂર્ણ સમજણ રૂપ સમક્તિની સાથે સર્વ હેયભાવોને હેય માનવા માત્રથી નહીં પણ સર્વ હેયભાવોથી સદા છૂટવાનો ધ્યેય સાથે – સર્વ સંયોગો સબંધોનો ત્યાગ. હવે જે ત્યાગ કર્યો તેનો સંયોગ ફરી ન કરવા, ન કરાવવા, ન અનુમોદવા એમ ૨૭ રૂપે પૂર્વ ત્યાગ થાય.
માત્ર સ્વ આત્મામય બનવાના લક્ષપૂર્વક ધ્યાનમાં આત્મા તદાકાર થાય ત્યારે તે પૂર્ણનિઃસંગપણાને પામે. આથી નિઃસંગપણાને પામવા સર્વવિરતિ જરૂરી. 0 છ વ્યવહાર આવશ્યક (૧) પચ્ચકખાણ અવશ્યકઃ
આહારની આસક્તિ (રાગ–ષ) તોડી આહારના બંધનથી મુક્ત થવા.
નવતત્વ // ૨૮૧