________________
ધ્યાનયોગ અર્થાત્ જ્ઞાનમાં આત્મપ્રદેશોના અસ્તિત્ત્વની પ્રતીતિ જણાય, પણ કાયા ન દેખાય. આત્મવીર્ય ગુણોમાં અને આત્મપ્રદેશોમાં પ્રધાનપણે પ્રવર્તે અને કાયામાં ગૌણપણે પ્રવર્તે. જેમ જેમ આત્મામાં ઉપયોગ પ્રબળ બનતો જાય તેમ તેમ પોતે સર્વથી નિરાળો તથા હલકો થતો જાય. પરમાનંદનો સહજ અનુભવ થાય. આત્માનું જાણે પરમાત્મા સાથે અભેદભાવે મિલન થતું હોય તેવી અવસ્થા સર્જાય. આત્મા પોતે પરમાત્મા છે. તેવી પ્રતીતિ રૂપ સમ્યગુ દર્શનની નિર્મળતા અને આંશિક પરમાત્માપણાનો અનુભવ થાય.
દ્રવ્યથી અપ્રમત્તપણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહી આત્મા અનંતીવાર નવમા ગ્રેવેયકના સુખને પામ્યો. કાયા પરથી મચ્છરને પણ ન ઉડાડે એવી રીતે અપ્રમત્તપણે કાયોત્સર્ગ ધ્યાનમાં રહે પણ મનથી અપ્રમત ન થયો. મનમાં આત્મપ્રદેશોની વીતરાગ સ્વભાવ અવસ્થાનું ભાન જોઈએ તે નથી. જ્ઞાનમાં સ્વરૂપનો ઉપયોગ નહીં, મન અરૂપી સ્વરૂપને પકડે એટલે સ્થિરતાને પામે, વિકલ્પોથી રહિત થાય. મનની ચંચળતા અટકે એટલે ધ્યાનની સિધ્ધિ થાય. જ્યાં સુધી આત્મપ્રદેશોમાં રહેલા ગુણવૈભવને પકડે નહીં ત્યાં સુધી મન પરથી હટયું ન કહેવાય. અર્થાત્ પરનો આદર ગયો નથી, શરીર પુલમય–વર્ણાદિરૂપ તથા અસ્થિર, ચંચળ હોવાથી તેને પકડવાથી, આદર કરવાથી, આત્મામાં અસ્થિરતા અને તેને છોડવાથી આત્મામાં સ્થિરતા આવે. આથી દેહની મમતા છોડી, આત્મામાં પ્રેમ પરિણામ જાગે નહીં ત્યાં સુધી સમના સ્વભાવનો અનુભવ ન થાય. આત્મા સાથે જેમ જેમ પ્રેમ વધશે તેમ તેમ આત્મા સ્વમાં સ્થિરતા પામશે, નિઃસંગતાને પામશે.
આથી કાયોત્સર્ગ મોક્ષમાર્ગનો પરમ ઉપાય છે. કાયોત્સર્ગ એ અસંગ અનુષ્ઠાનરૂપ છે.
મોક્ષમાર્ગના ઉપાયભૂત પ્રીતિ, ભકિત, વચન અને અસંગ અનુષ્ઠાન છે. મુખ્ય અસંગાનુષ્ઠાનમાં આવે ત્યારે અનુભૂતિનો વાસ્તવિક ભાગીદાર થાય. સર્વ સંયોગોથી રહિત એવી મારી નિઃસંગ અવસ્થા છે. આથી તે અવસ્થાને પામવા જિનવચનથી સર્વ સંયોગોનો ત્યાગ અવશ્ય. આ વાત પ્રથમ સ્વીકારીને શકિત પ્રાપ્ત થતાં તે સર્વ સંયોગો છોડી દે અને ન છૂટે ત્યાં સુધી સંયોગો પ્રત્યેનો
નવતત્ત્વ // ૨૮૦