________________
(૨) વંદન આવશ્યક
કાયામાંથી નીકળવા કાયામાં રહેલા આત્મા વડે ગુણથી ભરેલા આત્માને
ગુણવાન બનવા માટે વંદન કરવાના છે. અર્થાત્ કાયાથી છૂટવા. (૩) સામાયિક આવશ્યક
ઈન્દ્રિયો વડે વિષયાવશ્યક બંધ કરીને સમતા આવશ્યક બનવા. અર્થાત્ વિષયોમાંથી છૂટવા. ચઉવિસત્વો આવશ્યકઃ તીર્થકરોના ગુણગાન કરવા દ્વારા એવી શક્તિ પ્રગટ થાય કે બોલવાનું જ બંધ થઈ જાય અને સદા મૌનની પ્રાપ્તિ થાય. સિધ્ધના આત્મા સદા મૌની છે. જ્યાં સુધી મૌન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્યવચન જ બોલાય અને સત્ય વચન તે જ બોલી શકે જે રાગ-દ્વેષથી મુક્ત થાય. અર્થાત્
ભાષા વર્ગણાથી છૂટવા. (૫) પ્રતિકમણ આવશ્યક
આત્મા પોતાની સ્વભાવમાંથી રાગ-દ્વેષાદિ વિભાવમાં જે જાય છે. તેને ફરી સ્વભાવમાં આવવા રૂપ પ્રતિક્રમણ આવશ્યક છે. અર્થાત્ સર્વ પાપથી (કર્મથી) છૂટવા. કાયોત્સર્ગ આવશ્યક કાયાની મમતા તોડી આત્મામય સ્વરૂપમય અને સ્વભાવમય આત્માની સિધ્ધાવસ્થા પ્રગટાવવા માટે ધ્યાન અવસ્થામાં જવા માટે કાયોત્સર્ગ એ છેલ્લી ભૂમિકા છે. ત્રણે યોગના રોધરૂપ કાયોત્સર્ગ છે. આત્મપ્રદેશો સાથે એકમેક સંબંધ કાયાનો છે. તેથી કાયાની ચંચળતા રોકવાથી સત્ત્વ વધારે ખીલવવાથી વચન રોકાય અને તે રોકાવાથી મનની ચંચળતા રોકાશે અને મન સ્થિર થાય. મનની સ્થિરતા એ જ પરમ ધ્યાન છે.
નવતત્વ // ૨૮૨