________________
જો ૧૧મે ગુણઠાણે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો સર્વાર્થ સિધ્ધમાં જાય અને ઉપશમ શ્રેણીથી પડે તો ૧૦–૯–૮ ગુણઠાણે આયુષ્ય ક્ષય થાય તો બાકીના જયવિજયાદિ દેવલોકમાં ઉત્પન્ન થાય (સર્વાર્થ સિધ્ધમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, અરતિ, ભય–શોક, મોહનીય અને અનંતાનુબંધી ચતુષ્ઠ નવનો પ્રદેશોદય પણ ન હોય) 9 આયુષ્ય ક્યારે બંધાય?
દેવનારકને છ માસ છેલ્લા બાકી હોય ત્યારે તથા યુગલિકો પણ (તિર્યંચ-મનુષ્ય) ૬ માસ બાકી હોય ત્યારે. (યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચો જ્યાં સુધી પલ્યોપમની અસંખ્યાતમા ભાગથી અધિક કાળ શેષ રહે ત્યાં સુધી પરભવનું આયુષ્ય બાંધતા નથી.) મતાંતરે –
નારકીના જીવો શેષ અત્તર્મુહૂર્ત પણ આયુષ્ય બધે. બાકીના સંખ્યાત વર્ષવાળા મનુષ્ય, નિર્ધચ નિરૂપક્રર્મી આયુષ્યવાળા વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને સોપકર્મી જીવો ૩–૯–૧૭ કે૮૧મો ભાગ બાકી હોય ત્યારે બાંધે અને છેલ્લે અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે બધે.
મનુષ્યો અને તિર્યંચો પૂર્વ કોટી વર્ષવાળા પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી અને દેવ, નારકના ૩૩ સાગરોપમના આયુષ્ય બાંધી શકે. સંખ્યાત વર્ષ નિરૂપક્રમ આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના શરૂઆતમાં બાંધે સોપક્રમી બે ભાગ ગયા પછી ત્રીજાના શરૂઆતમાં ન બાંધે તો ત્રણ–ત્રણ ભાગે છેલ્લા અન્તર્મુહૂર્વે બાંધે. તે શરીરના કયા ભાગમાંથી આત્મા નીકળે ત્યારે કયાં જાય?
પગમાંથી નીકળે તો નરકગતિમાં જાય. સાથળમાંથી નીકળે તો તિર્યંચગતિમાં જાય.
છાતીમાંથી નીકળે તો મનુષ્યગતિમાં જાય. (૪) મસ્તકમાંથી નીકળે તો દેવગતિમાં જાય. (૫) શરીરના સર્વ ભાગોમાંથી નીકળે ત્યારે સિધ્ધ ગતિમાં જાય.
(૧).
-
X
નવતત્વ || ૨૯૨