________________
આમ અપવર્તનીય આયુષ્ય નિયમા સોપકર્મીને જ હોય. જ્યારે અનપવર્તનીય આયુષ્યમાં કાળ ટૂંકો ન થાય પણ જ્યારે પૂર્ણ થવાનો હોય ત્યારે જ કોઈ નિમિત્ત મળે અથવા ન પણ મળે. ગજસુકુમાર, ચરમ શરીરી તેથી અનપર્વનીય આયુષ્યવાળા, આથી તેમના નિર્વાણકાળ થવાના વખતે સોમિલ સસરા વડે માથા પર ખેરના અંગારાનો ઉપસર્ગ આવ્યો અને કેવલજ્ઞાન પામી અંતકૃત કેવલી થઈ નિર્વાણ પામ્યા. અનાવર્તનીય આયુષ્યના પુદ્ગલો અમુક ભાગમાં અધ્યવસાયની તીવ્રતાથી એકત્રિત પિંડીત થઈ જવાથી પુદ્ગલસમૂહ, અભેદ અને તેથી કારણ મળતા પણ તે પરાવર્તન ન પામે. આથી ગમે તેવા નિમિતો મળે તો પણ આયુષ્ય જલદી પૂર્ણ ન થાય, અવશ્ય ભોગવવું પડે. a અનાવર્તનીય આયુષ્ય નિયમા કોનું હોય?
ચરમદેવી, બ્રુશલાકા પુરુષો, ઉત્તમ પુરુષો, દેવ, નારક તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવોનું જ હોય. તેમાં ચરમદેવી તથા ઉત્તમ પુરુષ સોપક્રમી કે નિરૂપક્રમી પણ હોય. અમર એવા આત્મામાં આયુષ્યકર્મના કારણે મરણનો વ્યવહાર આવ્યો અને હવે આત્માને સતત મરણનો ભય સતાવે છે. ૭ ભયમાં મરણનો ભય મુખ્ય છે. જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે દેવોને પણ મરણનો ભય હોય છે. તેને પણ જે દેહમાં રહેલા છે તે દેહમાંથી છૂટવાનું મન થતુ નથી પણ દુઃખ થાય છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયે આત્મા પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો અને વિરૂપ અવસ્થાને પોતાની અવસ્થા માનીને તેને જ પકડવા મથે છે.
આથી જ યોગી મહારાજ આનંદઘનજીવિશ્વાસપૂર્વક જાહેર કરે છે કે- અબ હમ અમર ભયે નહિ મરેગે, યા કારણ મિથ્યાત્વ દીયો તજ, ક્યું કર દેહ ધરેંગે
અમારું મિથ્યાત્વ ગયું એટલે હવે અમારું મરણ પણ ગયું. કારણ કે મિથ્યાત્વ એ જ જીવનું ભાવ મરણ છે. એટલે જીવને હવે અમર બનવાના જ ભાવ જાગે અને આત્માને પોતાનું મૂળ સ્વરૂપનું જ્ઞાન ભાન થાય અર્થાત શુધ્ધ સ્વરૂપનું દર્શન થાય કે હું તો અસંખ્ય પ્રદેશ – જે એક પ્રદેશ પણ કોઈપણ શસ્ત્રાદિથી નાશ પામવા યોગ્ય નથી. છેલ્લેભેધ કે દાહ્ય નથી. હું તો અખંડ, અજર, અમર અને અરૂપી છું. અમર સ્વરૂપ ભૂલાયું તેથી આકાર રૂપ દેહમાં રહેવાનો
નવતત્વ // ૨૯૦