________________
કર્મના ક્ષયથી તે ભવરૂપ જીવનનો અંત – પૂર્ણાહુતિ થાય અને આયુષ્ય પ્રાણના આધારે જ ટકે. મનુષ્યભવાદિ ભવરૂપ શરીરમાં આત્માને રહેવાનો જે કાળ તેનું નક્કી કરનાર જે કર્મ તે આયુષ્ય કર્મ. અર્થાત્ આત્માએ પોતાના અસંખ્ય પ્રદેશ, અરૂપી, અગુરુલઘુ, અવ્યાબાધ, અક્ષય અને અખંડ આત્મદ્રવ્યને આયુષ્ય અને નામકર્મના ઉદયે આત્મા પર રૂપી એવા કાર્મણ સમૂહનો આત્મા સાથે એકમેક સંબંધ થવા રૂપ આત્માની વિકૃત અવસ્થા રૂપી, મર્યાદિત, ભવસ્થિતિ પીડાયુકત અવસ્થા પ્રગટ થાય છે અને આત્મા માત્ર જ્ઞયના જ્ઞાતારૂપ થઈ પોતાનામાં જ રહેલ પોતાના ગુણોનો પોતે ભોકતા બનવાને બદલે પરના ભોકતા બનવામાં પ્રયાસ કરે છે અને દ્રવ્યભાવ પીડાને પામે છે અને બીજાની પીડામાં નિમિત્ત પણ બને છે. આ અનાદિથી થયેલી વિકૃત–વિભાવ અવસ્થાથી મુક્ત થવા માટે મનુષ્યજીવ રૂપ દ્રવ્યભાવ પ્રાણ અતિમહત્વના છે. આથી મહાવીર પરમાત્માનો અંતિમ ઉપદેશ છે. પ્રમાદને દૂર કરવામાં પ્રમાદ ન કર. તે જ વાત સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબૂ સ્વામીને કહે છે – સૂએ મે આઉસ “આયુષ્યમાન. આયુષ્યમાન, વિશેષણ વડે શિષ્યને બોલાવવાનો હેતુ એ છે કે ગુરુ શિષ્યને જાગૃત કરે છે. તે આયુષ્યમાન ! પરમાત્મા મહાવીર દેવ પાસે રહેલા મેં આ પ્રમાણે સાંભળ્યું છે. જ્યાં સુધી તારા દ્રવ્ય આયુષ્યપ્રાણ છે ત્યાં સુધી તું તારા આત્માના ભાવપ્રાણીની રક્ષા, વૃધ્ધિ અને શુધ્ધિ કરી લે. જો તારા ભાવપ્રાણોની શુધ્ધિ થવા વડે પૂર્ણતા થઈ જાય તો પછી તારે ફરી આયુષ્ય પ્રાણ ધારણ કરવાના અનાદિ બંધન, પરાધીનતાનો અંત આવશે. માટે દેહ રૂ૫ભવબંધનમાં રહેલા તારા આત્માને તું જલદી મુક્ત કરવા પુરુષાર્થ કર. "સમય ગોયમે મા પમાયએ, આયુષ્ય પ્રાણની મહત્તા સમજાયા પછી આયુષ્ય પ્રાણ સ્વરૂપ વિશેષથી જાણવું જરૂરી.
આયુષ્ય બે પ્રકારે ઃ (૧) અપવર્તનીય (ર) અનાવર્તનીય
આયુષ્ય બે રીતે ભોગવવાનાઃ (૧) કાળથી અને (ર) કર્મના દળિયાથી (૧) અપવર્તનીય ?
આયુષ્યમાં કાળની પ્રધાનતાથી પણ નિમિત્ત મળતા આયુષ્યકર્મના દળિયા એકી સાથે પૂર્ણ ભોગવાઈ જાય તે અપર્વતનીય આયુષ્ય. દા.ત. કોઈ
નવતત્ત્વ // ૨૮૮