________________
(૪) મન પર્યાપ્તિથી
મનબળ પ્રાણ ઉત્પન્ન થાય છે. (૫) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી = શ્વાસોચ્છવાસ પ્રાણ ઉત્પન્ન થાય છે. (૬) આહાર પર્યાપ્તિથી = આહાર આયુષ્યાદિ સર્વ પ્રાણમાં તે
સહાયક થાય છે. છએ પર્યાપ્તિ દ્વારા જે દ્રવ્યપ્રાણોની પ્રાપ્તિ થાય તે દ્રવ્યપ્રાણોની પરાધીનતાથી આત્માની મુક્તિ થાય. ૧૦ દ્રવ્ય પ્રાણોમાં મન પ્રાણ વડે સૌથી વધુ સંસારમાં પરિભ્રમણ થાયછે. ૭મી નરકમાં મનવાળા જ મનુષ્ય કે માછલા જ જઈ શકે, બીજા નહીં તેથી મન દ્રવ્ય પ્રાણને જો ભાવપ્રાણો સાથે જોડવામાં ન આવે તો મહાઅનર્થનું કારણ બને. તેથી મનદ્રવ્ય પ્રાણનું સ્વરૂપવિશેષથી સમજવું જરૂરી. 0 કાયામાં સ્થિરતા માટે શું જરૂરી?
આત્મ પ્રદેશો સ્વરૂપે સ્થિર, શાશ્વત અને અચળ છે. છતાં સ્વભાવની સ્થિરતા ન થાય ત્યાં સુધી બંને પ્રકારની અસ્થિરતા વડે ઘાતિકર્મનો બંધ કરે.
આથી સ્વભાવ સ્થિરતા પ્રથમ આવશ્યક અને તે માટે છ આવશ્યકમાં પ્રધાન સામાયિક આવશ્યક છે. સામાયિક આવશ્યક વિના બાકીના આવશ્યક સફળ ન થાય. અર્થાત્ આત્મા સદા સ્વમાં સ્થિરતા ન પામે. તે માટે સર્વ પુદ્ગલ ભાવનો ત્યાગ અને સર્વ જીવોને એક સિધ્ધ સ્વરૂપે સ્વીકારી અને તે પ્રમાણે સમદષ્ટિપૂર્વક વર્તન જરૂરી છે. બાકીના આવશ્યકો તેમાં સહાયક થાય.
સામાયિક આવશ્યકની પૂર્ણતા થાય એટલે મોહસર્વથા નાશ પામે એટલે સ્વભાવસ્થિરતા પૂર્ણ આવે. સિધ્ધના આત્માઓ પૂર્ણ સ્થિર છે. ૧૩મા ગુણસ્થાનકે સ્વભાવસ્થિરતા પૂર્ણ હોવા છતાંયોગસ્થિરતા નથી, ઉપયોગસ્થિરતા છે. યોગના કારણે હજી રસહીન કર્મબંધ ચાલુ છે. આથી સયોગી આત્માને અયોગી બનવાનો પુરુષાર્થ કરવો પડે.
આત્માએ ૧૩ ગુણસ્થાનકના અંતે શું પુરુષાર્થ કરવાનો? (૧) આત્માની અત્યંત અકપિત (અચળ) અવસ્થાની પ્રાપ્તિ માટે અઘાતિ કર્મોના નાશ માટે પ્રયત્ન કરવાનો.
નવતત્વ // ૨૮૬