________________
સિધ્ધાવસ્થા, સ્વરૂપ અવસ્થા પ્રગટ થાય. આત્માને આત્માના આ સ્વરૂપ અને સ્વભાવ અવસ્થાનું ભાન જરૂરી છે તો જ આવશ્યક સ્વભાવને પ્રગટ થવાનું કારણ બને નહીં તો માત્ર શુભભાવથી ભવનું સર્જન જ થાય. કારણ ભાવનું કાર્ય ભવનું સર્જન કરવાનું અને સ્વભાવનું કાર્ય ભવના વિસર્જનનું છે. એ માટે આત્માએ સૌ પ્રથમ સ્વરૂપ–સ્વભાવનો નિર્ણય કરવો જરૂરી સાધના કરતી વખતે ચારનો ઉપયોગ જરૂરી. ભાવ, ભવ, સ્વભાવ અને સ્વરૂપ તો જ્ઞાનનો શુધ્ધ ઉપયોગ ઘટે. દેવ, નરક, તિર્યંચ અને મનુષ્યની દરેક રચના તે ભવ. તે જુદી જુદી છે તેથી ભવના ભેદ થાય. આ ભેદ નામકર્સે કર્યા છે એનું મુખ્ય કાર્ય અરૂપી નિરાકાર એવા આત્માને રૂપ અને આકારમાં ગોઠવવાનું છે. હવે આ ભવ સ્વરૂપ અવસ્થા એ હું નથી. હું એનાથી અતીત અવસ્થાવાળો છું. એ અવસ્થામાં અરૂપી,નિરાકાર અને અનંત જ્ઞાનાદિ ગુણનો સ્વામી પૂરાયેલો છું. આ પ્રમાણે વિચારવાથી પ્રથમ શુધ્ધજ્ઞાનોપયોગ રૂ૫ સમ્યગ્દર્શનની (આસ્તિકા) એ કેવલજ્ઞાન કેવલદર્શન પામવાની બીજભૂત અવસ્થા છે. આવી અવસ્થાથી ભવ (શરીર) અશૂચિમય કેદખાનામાં સત્તાગત સિધ્ધાત્મા પરપીડા પામતા જોઈને અનુકંપા રૂપ પશ્ચાતાપ-તપગુણરૂપ (પ્રથમ બીજ રૂપ સમ્યગદર્શન પછીની) બીજી અવસ્થા છે. તે ભવાવસ્થામાંથી આત્માને છોડાવવા રૂપનિર્વેદ (વેદના ભોગવતા આત્માને વેદનાવિનાનો કરવા સમ્યગદર્શનની ઉદાસીનતા રૂપ વીતરાગવસ્થાની બીજભૂત નિર્વેદ અવસ્થા ત્રીજી છે અને પોતાના સમતા સ્વભાવને પામવાની રુચીરૂપ અને ચોથી સંવેગ બીજભૂત અવસ્થા અને સદા પરમાનંદરૂપવીતરાગ અવસ્થાની પાંચમી બીજભૂત અવસ્થા શમ છે. જેને દેવાદિ ભવમાં ભમવું ન હોય તેને અહીં શાતા ભોગવવાનો ભાવ ન હોવો જોઈએ.
ઘોર તપાદિ કષ્ટ કરે પણ શાતા ભોગવવી નથી એવો પરિણામ નથી, હમણા કષ્ટ સહન કરીશ તો દેવલોકમાં દિવ્ય સુખ, શાતા, વૈભવ મળવાના ભાવ છે. તેથી કષ્ટ સહન કરવા પડે, અકામ નિર્જરા વડે શાતા ભોગવવાનું પુણ્ય બંધાય. સમતાનો પ્રેમ નથી અને શાતા પ્રત્યે ઉદાસીનતા અણગમો નથી. સમતા ભોગવવાનું લક્ષ નથી. પણ જો સમજણપૂર્વક કષ્ટ સહન કરીએ તો સમતાના સુખને ભોગવે, તપ પરિણામને અનુભવે તો સકામ નિર્જરા કરે.
નવતત્ત્વ || ૨૮૪