________________
જેણે ભવમાંથી છૂટવું હોય તેમણે ભવમાંથી નીકળી સ્વભાવમાં આવવું પડે. છ એ આવશ્યકએ સ્વભાવમાં આવવાની પ્રક્રિયા રૂપ છે. પરમાત્માના ગુણગાન શા માટે ગાવાના? પરમાત્મા નિશ્ચયથી છ એ આવશ્યક પ્રતિ સમય કરી રહ્યા છે. નિશ્ચયથી પૂર્ણ જિનાજ્ઞારૂપે જ તેમનું જીવન છે. છ આવશ્યક રૂપ જ જીવન છે. તેથી તેમને વ્યવહાર આવશ્યક નથી.
દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ગાથા: ૭.
પહિંદઅત્તિબલુસા, સાઊ દસ પાણ ચઉ છ સગ અહી ઈગ–દુ-તિ ચઉરિદી, અસનિ–સની નવ દસ ય શા અર્થઃ પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો છે. તેમાંથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને ચાર, છ, સાત, આઠ ક્રમશઃ હોય છે અને અસંશી (પંચેન્દ્રિય) અને સંજ્ઞીને નવ અને દશ હોય છે.
પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ (મન-વચન-કાયા) શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ૧૦ દ્રવ્ય પ્રાણી છે. તેમાં એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ (સ્પર્શેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ ને આયુ) બે ઈન્દ્રિયને પ્રાણ = ૪+ રસનેન્દ્રિય અને વચનબળ, તેઈન્દ્રિયને ૭ પ્રાણ, ૬+ ધ્રાણેન્દ્રિય. ચઉરિન્દ્રિયને ૮ પ્રાણ ૭ + ચક્ષુરિન્દ્રિય. અસંશી પંચેન્દ્રિયને ૯ પ્રાણ ૮+ શ્રોતેન્દ્રિય તથા સંશી પચેન્દ્રિયને ૧૦ પ્રાણો ૯+ મનબળ હોય છે.
પતિ અને પ્રાણ વચ્ચે ભેદ શું?
પ્રાણ એ જીવનક્રિયા છે. છ પર્યાપ્તિ એ જીવન ક્રિયાને ઉત્પન્ન કરનાર છે. અર્થાત્ ઉત્પન થતી વખતે પર્યાપ્તિ રૂપે પુદ્ગલ ગ્રહણ–પરિણમન રૂપ ક્રિયા હોય છે અને તે જ પ્રાણ રૂપે જીવન પર્યત રહે છે. જેના વડે જીવનું જીવન ચાલે છે. (૧) ઈન્દ્રિય પર્યાપ્તિથી
પાંચ ઈન્દ્રિય પ્રાણ ઉત્પન્ન થાય છે. (૨) શરીર પર્યાપ્તિથી
શરીર બળ પ્રાણ ઉત્પન થાય છે. (૩) ભાષા પર્યાપ્તિથી
વચન બળ પ્રાણ ઉત્પન્ન થાય છે. નવતત્ત્વ // ૨૮૫