________________
પરમાત્મા જે મુદ્રાએ કાયોત્સર્ગ કરતા તે રીતે કરવું તે જિનમુદ્રા. ૪ આંગળ આગળથી પગ પહોળા અને હાથ શરીરને અડે નહીં તે રીતે અર્ધ મીંચાયેલ આંખ વડે દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત કરી ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવાપૂર્વક કાયાને વોસિરાવી દેવાની છે. કઈ રીતે?'તાવકાર્યઠાણેણં પ્રથમ
ઉર્ધ્વ સ્થાન વડે કાયાને સ્થિર કરવાની. (i) ભાવથી ઉભા થવુંઃ અર્થાત્ કાયાની સર્વ ચેણ રોકી કાયાને
દ્રઢ કરી સ્વ સ્વભાવમાં સ્થિર થવું. અર્થાત્ કાયાથી નિરાળા
થઈ આત્મપ્રદેશોમાં સ્થિર થવું (૨) અસીત મુદ્રાઃ કાયાને જો ઉર્ધ્વ રાખવા શક્તિમાન ન હોય તો બેઠા બેઠા કાયોત્સર્ગ કરે અને તે પ્રમાણે પણ કાયાસ્થિર રહેવા શક્તિમાન ન હોય તો. (૩) સપીત મુદ્રા : સૂતા સૂતા પણ કાયોત્સર્ગ કરે પાદપોપગમન' અનશનમાં કાયમ માટે સૂતા-સૂતા જ પડ્યા રહેવાનું છે. સિંહાદિ
ઉપસર્ગ કરે તો પણ શરીરને સહેજ પણ હલાવવાનું નહીં. – મોરે:
મન વડે જગતને જાણવાનું બંધ અને વચન વડે બોલવાનું પણ બંધ. બોલવું પડે તો માત્ર સૂત્ર અને તેના અર્થના ઉપયોગ પૂર્વક અર્થાત્ આત્માના ઉપયોગમાં સ્થિર થવા સિવાય સર્વમાંથી મન હટી જાય અર્થાત્ ઉપયોગની પ્રધાનતા આત્માને જોવામાં અને વીર્ય સ્વાત્માના આનંદ ગુણને અનુભવવામાં પ્રવર્તે. "જે રમ્યા શુદ્ધ સ્વરૂપે' જ્યારે જ્ઞાન શુધ્ધ થાય ત્યારે કાયાના રૂપ આકારને ભૂલી આત્મ પ્રદેશોને પકડે. - ઝારે:
ધ્યાનમાં ધ્યેયને લાવવાનું. લોગસ્સ ઉજજો અગરે' તમામ કેવલી ભગવંતો કેવલજ્ઞાન દ્વારા લોકાલોકમાં ઉદ્યોત કરી રહ્યા છે. સમગ્ર જગતને પૂર્ણ
નવતત્ત્વ || ૨૭૮