________________
ગુણસ્થાનક) આત્માનું વીર્ય બાદર કાર્ય યોગ, બાદર વચન યોગ અને બાદર મનોયોગનો નિરોધ કરે. તે વખતે છેલ્લે સૂક્ષમ શ્વાસોચ્છવાસરૂપ કાયયોગનો પૂર્ણ નિરોધ કરી આત્માને અનાદિથી જે કર્મ કાયાના યોગ રૂપ સંસારયોગનો સંગ છે, તેનાથી છૂટવાની ક્રિયારૂપ શૈલેષીકરણ કરે છે. તેમાં અનંતકાળથી આત્મવીર્ય પુદ્ગલ ગ્રહણરૂપ વિભાવ કાર્ય કરતું હતું તે હવે બંધ કરે છે અને સ્વઆત્મપ્રદેશોમાં તે પૂર્ણ પરિણમન પામે છે. તેથી અનાદિકાળથી આત્મપ્રદેશોમાં જે અસ્થિરતા હતી તેના કારણે જે કર્યગ્રહણ કર્મબંધ રૂપ આત્માની વિભાવ અવસ્થા હતી તે હવે બંધ થઈ જાય અને આત્મ પ્રદેશોની સ્થિરતા રૂપ કાયમી સિધ્ધાવસ્થા પ્રગટ થાય છે. આમ સિધ્ધાવસ્થા એટલે માત્ર શાશ્વત આત્માની શુધ્ધ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ અને નિર્મળ એવી નિઃસંગ અવસ્થા છે.
સિધ્ધાવસ્થા પ્રગટ થવામાં બાધક મુખ્ય કાયા છે તેથી કાયાથી સર્વથા મુકત થવા કાયોત્સર્ગ અનુષ્ઠાન મૂક્યું છે. કાયાની સહેજ પણ મમતા હોય ત્યાં સુધી ભવનો સંબંધ પૂરો થતો નથી. જ્યાં સુધી સરાગ સંયમ હોય ત્યાં સુધી દેવલોકનું આયુષ્ય જ બંધાય. અનુત્તરવાસી દેવો પૂર્વભવમાં મુનિ અવસ્થામાં અપ્રમતપણે સાધના કરતા તેમને માત્ર છઠ્ઠના તપ જેટલી સાધના ખૂટી છે. કાયા પ્રત્યેનો પૂર્ણ વીતરાગ સ્વભાવ પ્રગટ થતો નથી. સહેજ પણ પ્રશસ્ત રાગની હાજરી રહી જાય તો તેની હાજરીમાં સરાગ સંયમ–પ્રશસ્ત સંયમ છે.
તપથી કૃશ થયેલી કાયા જોઈ આનંદ થાય પણ આ કાયા જ જોઈએ નહીં. કાયામાં પૂરાયો છું કાયાથી રહિત એવી પોતાની રૂપાતીત અવસ્થા જોવાની હતી. તીવ્ર ઉત્કૃષ્ટ તે રૂપ થવાના પરિણામની તીવ્રતાનો અભાવ હોય તેથી તેમને ૩૩ સાગરોપમની દીર્ઘકાળની ૧ હાથ પ્રમાણ અને રૂપવાન લોહી–માંસની દુર્ગધ રહિત એવી કાયામાં પૂરાવાનું થાય છે. ત્યાં તત્ત્વરમણતા કરવા રૂપ અવસ્થા છે. કાયાની તીવ્ર આસક્તિી નથી પૂર્ણ વિરક્તિ પણ નથી. પણ ઉદાસીનતા પ્રવર્તે છે. તત્ત્વની વિચારણા હજી સહેલી પણ તત્ત્વમય બની જવું એ અઘરું છે. કાયોત્સર્ગ ધ્યાન તત્ત્વમય બનવાનો પરમ ઉપાય છે.
નવતત્ત્વ || ૨૭૪