________________
એવી રીતે કરવાનું કે ફરી પ્રતિક્રમણ કરવું ન પડે. આમ અનાદિકાળથી પોતાની આત્માની સત્તાગત અવસ્થા પ્રગટ કરવા માટે, પરમાત્મા રૂપ બનવાની સાધના છે. તેવું ભાન નથી તેથી આવશ્યક પ્રમાદવાળું બને છે. તેનું સ્વરૂપફક્ત વ્યવહારથી પાળીએ છીએ માટે તો પ્રતિક્રમણ આવશ્યક થઈને ગયું.
છઠ્ઠ કર્મકૃત આવશ્યક શ્વાસોચ્છવાસ પ્રાણ છઠ્ઠ વ્યવહારફત આવશ્યક કાયોત્સર્ગ
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામ કર્મના ઉદયે, જીવને શરીરને ટકાવવા માટે શ્વાસોચ્છવાસની વર્ગણા ગ્રહણ કરવી અને શ્વાસ રૂપે પરિણાવવીને ઉચ્છવાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ વિશેષને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવામાં આવે છે. શ્વાસોચ્છવાસ વર્ગણા એ ઓક્સિજન વાયુ નથી પણ વાયુ જેવો પદાર્થ છે. સૂક્ષ્મ પરિણામી છે તેથી તે યંત્રાદિ દ્વારા પકડાય નહીં. ઓક્સિજન બાદર વાયુ છે તે યંત્રમાં પકડાય, શ્વાસોચ્છવાસ વર્ગણા ગ્રહણની સાથે તે પણ જાય. શ્વાસોચ્છવાસ તે આવશ્યક બની ગયું તેને કાઢવા કાયોત્સર્ગ આવશ્યક આવ્યું.
આહાર અને શ્વાસોચ્છવાસ શરીરના ટેકારૂપ છે અને શરીર આયુષ્યપ્રાણના આધારે ટકનારું છે. આથી આયુષ્યપ્રાણ સુધી આહાર અને શ્વાસોચ્છવાસ પણ નિરંતર રહેવાના. આથી શ્વાસોચ્છવાસ પણ કર્મકૃત આવશ્યક બન્યું અને ત્યાં સુધી આત્માનો અવ્યાબાધ ગુણ ઢંકાઈને રહેવાનો. આથી આહાર અને શ્વાસોચ્છવાસ કાયાના ટેકારૂપ છે. તેથી કાયાને દૂર કર્યા વિના અવ્યાબાધ ગુણ પ્રગટ નહીં થાય. કર્મકૃત શ્વાસોચ્છવાસ આવશ્યકની સામે જ્ઞાનીઓએ કાયોત્સર્ગ આવશ્યક મૂક્યું. દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન થઈને રહેવું, તે દેહાતીત અવસ્થા એ કાયોત્સર્ગ છે. અર્થાત્ દેહ ભાવથી છૂટી આત્માના સ્વભાવને અનુભવવા રૂપ અવસ્થા તે કાયોત્સર્ગ છે. આથી કાયાની મમતા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્માની મૂળભૂત વીતરાગાવસ્થા પ્રગટ ન થાય અને ત્યાં સુધી આત્માની પૂર્ણ જ્ઞાનાવસ્થા રૂપ કેવલજ્ઞાન પ્રગટ ન થાય. જ્યાં સુધી આત્માની છવસ્થ અજ્ઞાન અવસ્થા રહે ત્યાં સુધી આત્માની પોતાના પૂર્ણ
નવતત્ત્વ || ૨૭ર