________________
ઉદયન રાજાની પટ્ટરાણી પ્રભાવતી જિનપૂજા માટે સ્નાન કરી દાસી પાસે પૂજા માટે સફેદ સાડી મંગાવે છે. દાસી સફેદ સાડી લાવે છે પણ દિવ્ય પ્રભાવે લાલ થઈ જાય છે. રાણી ક્રોધાયમાન થઈ હાથમાં રહેલો અરિસો તેના પર ફેંકતા મર્મ સ્થાનમાં વાગતા તે દાસી મૃત્યુ પામે છે તેનો ઘોર પશ્ચાત્તાપ રાણીને થયો. મારે પ્રથમ વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ અણુવ્રતમાં ત્રસ જીવને જાણી જોઈને મારવા નહીં તેનો ભંગ થયો. પશ્ચાત્તાપ દ્વારા તેનું પ્રતિક્રમણ કરવાથી અધ્યવસાયની વિશુધ્ધિ થઈ અને સર્વવિરતિનો સ્વીકાર કર્યો. દેશવિરતિ વિકાસ થતાં સર્વવિરતિ પ્રાપ્તિરૂ૫ ઉત્તર ધર્મ મેળવે. 1 સુકૃત અને દુષ્કત એટલે શું?
પ્રતિક્રમણ અનુષ્ઠાનની પૂર્ણતા 'મિચ્છા મિ દુક્કડમ્માં આવી જાય. સામાન્ય અર્થ મિથ્યાદુષ્કૃત થાઓ. દુષ્કૃત એટલે જીવે જે અવશ્ય પોતાના સ્વભાવમાં રહેવા યોગ્ય જે કાર્ય કર્તવ્ય કરવાનું છે તે સિવાયનું જે પણ કર્તવ્ય છે તે વિભાવરૂપ હોવાથી નિશ્ચયથી સુકૃત રૂપ નથી. વ્યવહારથી જે શુભ અનુષ્ઠાન છે તે લોકમાં સુકૃત મનાય છે. આથી સાધુઓને આત્મ સ્વભાવ સિવાયની પ્રવૃતિ વાસ્તવિક દુષ્કૃત રૂપ છે. જ્યારે ગૃહસ્થોને પ્રશસ્ત યોગ, પ્રશસ્ત કષાય એ સુકૃત છે તેમને તેનું પ્રતિક્રમણ નથી. સાધુઓને સુકૃત એટલે સ્વ-સ્વભાવમાં રહેવું તે જ છે. અને શ્રાવકોને સ્વ-સ્વભાવ સન્મુખ જે પ્રશસ્ત અનુષ્ઠાન હોય તે સુકૃત તરીકે ગણાય. તે સિવાયનું તેને પણ પ્રતિક્રમણ કરવાનું છે. a પ્રતિકમણના આઠ પર્યાયવાચી નામઃ
(૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચારણા (૩) પ્રતિહરણા (૪) વારણા
(૫) અતિચારોથી નિવૃત્તિ (૬) આત્મનિંદા (૭) ગહ (૮) શુધ્ધિ a 'મિચ્છા મિ દુક્કડ' નો નિર્યુક્તિ અર્થ : મિ - માર્દવ-મનની કોમળતાથી સફળતાપૂર્વક ચ્છા - આચ્છાદન – ઢાંકી દેવું. પાપને ઢાંકી દેવું અર્થાતુ ફરી તે પાપન
કરવાનો દ્રઢ નિર્ણય.
નવતત્વ // ૨૭૦