________________
પણ અનુભવ કરવાનો હોય છે. તેથી કોઈપણ પ્રકારની અનીતિ બીજાના જીવને પીડા આપવા રૂપ થવી જોઈએ નહીં. તેથી તેની ભૂલ ખ્યાલમાં આવી તો પશ્ચાત્તાપ પરિણામ થવાથી ફરી સામાયિક શુધ્ધ થઈ. બીજાના છાણા માત્ર અનાભોગથી આવ્યા તેમાં જો ધ્યાન ભંગ થતો હોય તો બીજા જીવની નિષ્કારણ કિલામણા ચાલુ રહે તેનો કોઈ ખેદ પશ્ચાત્તાપ પણ ન હોય પ્રતિક્રમણ ન હોય અને માત્ર પલાંઠી વાળી હું આત્મા છું – શુધ્ધ છું આદિ ધ્યાનમાં ચિંતવવાથી ધ્યાન થતું નથી.
જેમ ખેતી કરવા જમીન ખેડવી પડે, પત્થરાદિ દુર કરવા પડે, પાણી પાઈને જમીન કૂણી કરવી પડે અને ખાતરાદિ નાખવું પડે. તેને રસાળ બનાવવી પડે પછી તેમાં બીજ વાવવાથી તે ઉગવા માટે યોગ્ય બને. તેમ ધ્યાન યોગ (મોક્ષ યોગ) બનાવવા પ્રથમ મિથ્યાત્વ દોષ દૂર કરવો પડે, જીવ પર અનુકંપા (દયા) કરુણા વડે તેને કૂણો કરવો પડે. શુભ ભાવનાથી ભાવિત કરવો પડે અને તે પ્રમાણે જિનાજ્ઞા પાલનરૂપ વિરતિ પાપનો પ્રતિજ્ઞાબધ્ધ ત્યાગ કરવો પડે અને કદાચ પાપ થઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી પ્રાયશ્ચિત્ત પણ કરવું પડે તો ધ્યાનયોગ નિર્જરાનું કારણ બને. વતભંગનો ખેદ પથાત્તાપ એ થવાથી આત્માની શુદ્ધિરૂપે, ફળરૂપે ઉત્તરધર્મની પ્રાપ્તિ થાય.
જે પાપ, પાપ રૂપે લાગે અને તેનો આપણે ત્યાગ કરી શકીએ તો બીજા પ્રતિક્રમણનો (પાપના ત્યાગ રૂપ) અધિકારી બને. પાપ તરીકે જાણવા છતાં જેનો ત્યાગ નથી કરતો તો તેમાં તેની આસક્તિ ઉભી છે. કષાયની તીવ્રતા ઊભી છે. તેથી આત્માની અનુભૂતિ ન થઈ શકે. આથી પોતાના આત્માની સાક્ષીએ શક્ય તેટલા પાપનો ત્યાગ કરવો જોઈએ, ન થઈ શકે તેની સતત વેદના હોવી જોઈએ. જ્યારે આ પાપમાંથી હું છૂટું? અને લીધેલા વ્રત–નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. તો તેને કારણે વ્રત ભંગ થઈ જાય તો તેનો પશ્ચાત્તાપ થાય તેનું પ્રતિક્રમણ હૃદયથી કરવાનું છે તો તેનો આત્મા નિર્મળ થાય, વિકાસ પામે, વ્રતમાં સ્થિર થાય કે વ્રતમાં આગળ વધે અને ઉત્તરોત્તર ધર્મની પ્રગતિ થાય.
નવતત્વ || ૨૯