________________
સ્થાવરકાયનો સ્વીકાર કરતા નથી કે તેની પીડાનો સ્વીકાર કરતા નથી તેને જિનાજ્ઞા પર બહુમાન નથી તે મિથ્યાત્વ છે. તો "સબે જીવા ન હતવ્યા, આપણને જિનાજ્ઞા સ્વીકાર્ય ન બને તો સમક્તિ ક્યાંથી આવે? સમકિત ન હોય તો ધ્યાનયોગનું બીજ પણ નથી. આજ્ઞાનો માન્યતા રૂપે સ્વીકાર ન હોય તો પાલનની વાત જ ક્યાંથી આવે? સ્વાત્માના દયાના પરિણામની ઉપેક્ષા છે ત્યાં તો અનંતાનુબંધી કષાય- મિથ્યાત્વ મોહનીયનો ઉદય છે.
તે માટે માત્ર શુભ ભાવ એ ધ્યાન નથી. માત્ર કષાય ઉપશમવા એ ધ્યાન નથી. મિથ્યાત્વ મોહનીય સહિત કષાયોનો ઉપશમ થાય તો તે ધ્યાન, માત્ર ધ્યાનનું બીજ બને. જો અણુવતો ગ્રહણ કર્યા હોય તો તેના પાલનમાં ધ્યાન અને કારણે થતાં વ્રત ભંગમાં પણ ધ્યાન ઘટે. a ધ્યાનયોગનો અધિકારી ક્યારે બને?
જેટલા અંશે આત્મા જીવોને અભયદાન આપવાવ્રતોને સ્વીકારે છે તેટલી તે નિમિત્તની સાવધ પ્રવૃત્તિ બંધ થાય તેટલું ચિત્ત તેનાથી નિવૃત્ત થાય. તેટલું ચિત્ત દુભાતુ બંધ થાય અને આગળ આત્મામાં વધારે નિરીક્ષણ વડે મોહ પર વિજય મેળવવા સમર્થ થાય.
જેમ પુણિયા શ્રાવકની બે ઘડીની સામાયિકની વીર પરમાત્માએ પ્રશંસા કરી, તેનું બે ઘડીનું સમતા રૂપ ધ્યાન ચિત્તમાં સ્થિર રહેતું હતું. શ્રેણિક પાસે સાયિક સમ્યકત્વ હોવા છતાં તેની સમતા ન હતી. કારણ વિરતિ ન હતી. ક્ષાયિક સમક્તિની હાજરીમાં પુણ્યાનુબંધી પુણ્યથી તીર્થકર નામકર્મ બાંધી શક્યા, પણ કર્મોનો ક્ષય ન કરી શક્યા, નરકમાં અવશ્ય જવું પડ્યું, મરણ વખતે અનશન ન લઈ શક્યા. ઝેરી હીરો ચુસીને મૃત્યુ પામ્યા. પુણિયા શ્રાવકે એક દિવસ પાડોશીના છાણાના બળતણ વડે રસોઈ ભૂલથી બનાવી તે વાપરી તો ચિત્તમાં સ્વસ્થતા પ્રાપ્ત થતી નથી. ધ્યાન (સમતા) સામાયિકમાં ન થતાં આમ કેમ? તેનો ઉહાપોહ થયો. તપાસ કરતાં ભૂલ ખ્યાલ આવી પશ્ચાત્તાપ થયો. પોતાને સામાયિકવ્રતમાં અતિચાર લાગ્યાનો ખેદ થયો. સંપૂર્ણ શુધ્ધ સામાયિકમાં સમતા સ્વભાવનોદેશથી
નવતત્વ || ૨૬૮