________________
સ્વભાવવસ્થા રૂપ પરમાત્માવસ્થા પ્રગટ થતી નથી અને ત્યાં સુધી વ્યવહાર આવશ્યક જરૂરી. અર્થાત્ નિશ્ચય આવશ્યક રૂપ પરમાત્માવસ્થા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ કથિત વ્યવહાર આવશ્યક અનુષ્ઠાનની આરાધનાની પ્રધાનતા મુમુક્ષુ આત્માઓ માટે જરૂરી. 0 પરમાત્માવસ્થા અને સિદ્ધાવસ્થા વચ્ચે ભેદઃ ' જેને હું આત્મા છું એવું ભાન નથી અને શરીર તરીકે આત્માને માને છે અને તેના માટે જ બધું કરે છે તે બહિરાત્મા છે. જેને હું આત્મા છું અને શરીરમાં પૂરાયેલો છું અને શરીરથી નિરાળો છું. સર્વકર્મ, કાયા અને કષાયથી સંપૂર્ણ શુદ્ધ એવા મારા અરૂપી અલિપ્ત, અગુરુલઘુ અવ્યાબાધ અને નિઃસંગ અવસ્થાવાળા અસંખ્ય પ્રદેશ અને તેમાં અનંત જ્ઞાનાદિ ગુણો રહેલા છે અને તે જ્ઞાનાદિ ગુણોનો જ હું ભોક્તા છું તે સિવાય પુગલ (રૂપાદિ) ગુણોનો હું ભોકતા નથી. આથી મારે મારા જ્ઞાનાદિ ગુણોને પૂર્ણ પ્રગટાવવાના છે. પોતાના આત્મગુણોની રુચિ જેને થઈ જાય છે અને તે ગુણો પ્રગટાવવા માટે સર્વજ્ઞ પરમાત્માના માર્ગ પ્રમાણે જે આરાધના કરે છે અને જ્યાં સુધી તે ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી તે અંતરાત્મા કહેવાય. સ્વગુણ પ્રગટાવવાની સાધના કરતાં કરતાં જ્યારે પૂર્ણ ગુણો પ્રગટ થઈ જાય ત્યારે તે પરમાત્મા કહેવાય. પણ હજી સંપૂર્ણ દ્રવ્ય પ્રાણોનો (કાયાનોવચનયોગનો) સંબંધ છૂટયો નથી પણ તેમાં રહેવા છતાં તેનાથી નિરાળા થઈ પૂર્ણ ઉપયોગ પૂર્વક અલિપ્ત ભાવથી પોતાના પૂર્ણ સ્વભાવમાં રહી યોગોને માત્ર
ઔચિત્યથી વ્યવહાર કરે તેમને મોહ ભાવ ન હોય તેથી માત્ર એક સમયનો યોગ નિમિત્ત બંધ હોય તે પણ એક સમય ઉદયમાં આવી પડે ટકે નહીં. તેમને નવા ભવનું સર્જન નહીં, અઘાતિ કર્મ રૂપ જે ભવ બંધન છે તેનું વિસર્જન આયુષ્ય કર્મના ઉદય સુધી સતત ચાલુ રહે છે.
સિધ્ધાત્મા:
આયુષ્ય કર્મના અંત સમયે આત્મા સર્વ યોગોનો નિરોધ તથા સર્વ કર્મનો અબંધ તથા સર્વ સંવર (સર્વ વિરતિ નિશ્ચયથી) ૧૪મા ગુણસ્થાનકે (અયોગી
નવતત્ત્વ // ૨૭૩