________________
કાઉસ્સગ્નનો અધિકારી કોણ?
કાઉસ્સગ્નનો અધિકારી વિરતીધર જ થાય. જેને આત્મા સાથે રહેવાનો નિર્ણય છે, આત્મા સિવાય સર્વસંયોગો મારા નથી અને મારે તેની સાથે રહેવું નથી. તેથી સંયોગોને પ્રતિજ્ઞાપૂર્વક છોડી જે આત્માના સ્વરૂપને પકડી તેના ધ્યાનમાં સ્થિર થાય તે અધિકારી બને.
આત્માને અનાદિકાળથી પરનો અભેદ પરિણામ થઈ ગયો છે. તેનાથી પોતે પરથી ભેટવાળો છે એ ભૂલાઈ ગયું છે. સ્વભાવ અને સ્વરૂપ ભૂલાઈ ગયાં છે માટે તપ મૂકયું. ૧૧ તપનો સરવાળો એ કાઉસ્સગ્ગ ધ્યાન છે. ૧૨ પ્રકારના તપમાં ધ્યાન એ છેલ્લો તપ છે.
બાર ભેદે તપ કિવિધ, સકલ શ્રેષ્ઠ ઉત્સર્ગ, સમક્તિ ગુણઠાણે કર્યો રે સાધ્ય અયોગી ભાવ'
પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) તાવ કાર્યઠાણેણથી કાયાને અપ્રમત્તપણે ઉભી રાખીને, મોણેણં–વચનથી મૌન અને ઝાણેણંથી–મનને આત્મ ધ્યાનમાં સ્થિર કરીને અર્થાત્ કાયાને વોસિરાવી દઈ આત્મા પોતાના ગુણોની અનુભૂતિ કરવામાં મસ્ત બની જાય.
તપ તે અહી જ આતમા વર્ત નિજ ગુણ ભોગે રે.
જ્યારે આત્મા પુદ્ગલ ગુણોના ભોગને છોડીને પોતાના આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણને ભોગવતો હોય ત્યારે તે વાસ્તવિક તપસ્વી છે. નિજ ભોગી છે. "યોગી ભોગી વક્તા મૌની અનુપયોગે ઉપયોગી"
(પૂ. આનંદઘનજી મહારાજ) "માવત દયાળુ આજી, નિસ્પૃહી તનુ તિરાગ; નિર્વિષયી ગજગતિ પર વિચરે મુનિ મહાભાગ.'
(પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) જ્યાં સુધી શરીરની નિઃસ્પૃહતા નથી, નિર્મમત્વ ભાવ નથી ત્યાં સુધી
નવતત્વ // ૨૭૫