________________
a ચોથું કર્મફત આવશ્યક ભાષાઃ
જે શક્તિ વિશેષ વડે જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેને વાણી (ભાષ) રૂપે પ્રર્વતાવે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. ઔદારિક, વૈક્રિય કે આહારક આ ત્રણ શરીર વડે ભાષા પર્યાપ્તિ કરી શકાય. દેવને ભાષા અને મન:પર્યાપ્તિ સમકાળે હોય છે. ભાષાના પુગલો વાતાવરણમાંથી ગ્રહણ કરે છે. ભાષારૂપે પરિણમન અને વિસર્જન કરે છે. તેમાં આત્મવીર્યની જરૂર પડે છે. આત્મવીર્ય વિના કોઈપણ પ્રવૃત્તિ (ક્રિયા) ન થાય. અહિં જ્ઞાનશક્તિ કામ ન આવે. જેટલી વીર્ય પ્રવૃત્તિ પર સંબંધી થાય તેટલો કર્મબંધ થાય. આત્મવીર્ય જેટલું શુધ્ધ જ્ઞાનાદિ ગુણ સાથે જોડાય તેટલી નિર્જરાનું કારણ બને. જેટલું પરનું ગ્રહણ કરે તેટલો આત્મા નબળો પડે કર્મબંધ થાય. પણ તે ઉપયોગ પૂર્વક તેમાં હેય માની ઉદાસીન રૂપે રહે તો કર્મબંધ, અલ્પ, નિરસ વધારે જાગૃત, પશ્ચાયાતાપ કરે તો નિર્જરા પણ થાય અને આનંદ અનુમોદના કરે તો મહાકર્મબંધ (ચીકણો કર્મબંધ). બોલવું એ પરાધીનતા છે, આત્મસ્વભાવ નથી.
ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે પરિણમાવે અને છોડે ત્યારે તે પુદ્ગલ સૂક્ષ્મમાંથી બાદર બને છે. મુખમાંથી બહાર પડેલા શબ્દો બાદર હોય હોય તેથી તે ગ્રામોફોનાદિમાં પકડાઈ જાય છે. જરૂર વગર બોલવાથી, વધુ બોલવાથી વીર્ય નાશ પામે છે.
વનપાતો વીર્યપાતરિયસો ! વચનયોગમાં વીર્યનો વધારે નાશ કહ્યો છે. તેથી મૌનમાં સૌથી વધારે આત્મવીર્યની રક્ષા બતાવી છે. ભાષા પર્યાપ્તિ એટલે ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જનરૂપ વ્યાપાર જે આપણા આત્માના મૂળસ્વભાવભૂત નથી. તેથી એક વિભાવ પર્યાયરૂપ ક્રિયા છે. હવે એ પણ જીવ પોતાની વાત જણાવવા રૂપે એ વ્યાપાર (ક્રિયા) કરે છે તેથી તે વ્યવહાર આવશ્યક બની ગયું અને તેનાથી સદા મુક્ત થવા જ્ઞાની મહર્ષિઓએ તેના પ્રતિપક્ષ વ્યવહાર રૂપ ચઉવિસત્થો આવશ્યકનું વિધાન કર્યું.
નવતત્વ // ૨૩૫