________________
રીતે પૂર્ણ છે – સિધ્ધ છે. "जारिसो सिध्ध सहावो तारिसो होइ सव्व जीवाणं ।'
| (સિદ્ધસેન દિવાકર સૂરિ મ.સા.) જેવો સિધ્ધના આત્માનો સ્વભાવ છે, તેવો સર્વ જીવોનો પણ સતાગત સ્વભાવ છે અને વ્યવહારથી કર્મસહિત જીવો (સંસારી) ગુણથી અપૂર્ણ છે. તેથી દરેક આત્માઓમાં વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. અપૂર્ણતાને પ્રધાન કરીને જોવાથી વિકલ્પો, પ્રશનો, વિસંવાદ અને સંકલેશો ઉત્પન્ન થાય છે. જો નિશ્ચય દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ જીવ વિષે સમદષ્ટિ (સમત્વ) સહજ પ્રગટ થાય. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર બંને દષ્ટિ જોતા વ્યવહાર શુધ્ધ થાય. શુધ્ધ વ્યવહાર નિશ્ચય ધર્મ (સ્વભાવ) પ્રગટ કરશે.
ધર્મબિંદુ ગ્રંથમાં સૂરીપૂરંદર પૂ. હરિભદ્રસૂરિ ધર્મની વ્યાખ્યા જણાવે છે 'મૈચાલિ ભાવ સંયુક્ત ધર્મ તિ પ્રત્યતે” મૈત્રીઆદિ ભાવથી યુક્ત હોય તે ભાવધર્મ છે. આ ભાવ ધર્મ જ્યારે સમતા સ્વભાવરૂપ કારણ બને તો જ તે મૈત્રીઆદિ ભાવધર્મ વ્યવહારથી કહેવાય માટે તેને ગુણરૂપ કરવા ક્ષયોપથમિક ભાવ હોય ત્યાં સુધી તે ગુણરૂપ કહેવાય.
ક્ષમા એ ગુણ છે. સહનશીલતા એ પણ ગુણ રૂપ છે અને તે બધા ચારિત્ર મોહનીય અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી પ્રગટે અને મોહનીયના સંપૂર્ણ ક્ષયથી જ વીતરાગતરૂપ ક્ષાયિક સમતા સ્વભાવ પ્રગટ થાય. ક્ષયોપશમથી પ્રગટ થતા ગુણો તરતમતા યોગવાળા હોય ત્યારે સર્વથા કર્મક્ષયથી પ્રગટ થતો સ્વભાવ વૃધ્ધિ હાનિ રૂપ ન હોય તે સદા આત્મા સાથે રહેનારો જ હોય. ઓછો વત્તો ન થાય. અનંતકાળ અનંત સ્વરૂપે જ સ્વભાવ રહે. મૈત્યાદિ ભાવ એ લાગણીરૂપ છે. પરમાત્મા વીતરાગ સ્વભાવ સ્વરૂપ હોવાથી એનામાં મૈત્રાદિભાવ રૂપ લાગણી ન હોય. લાગણી શુભાશુભ છે. વીતરાગતા પ્રગટ થયા પછી શુભાશુભ લાગણી નહીં. લાગણી હોય ત્યાં સુધી વીતરાગતા ન હોય. ૯માં કે ૧૦માં ગુણઠાણા સુધી હોય ૧૧મે ગુણસ્થાને ઉપશમ વીતરાગતા ૧રમે ક્ષાયિકવીતરાગતા
નવતત્ત્વ // ૨૪૦