________________
ગુણસ્થાનક પર જવા પ્રથમ ૪થા ગુણસ્થાનક પર આવવું જરૂરી. તેથી સર્વજ્ઞનું વચન છે કે દરેક જીવ સત્તાએ સિધ્ધ સ્વરૂપી છે. તેથી હું પણ સત્તાએ સિધ્ધા છું. તે સ્વીકારવું જોઈએ અને મારે મારું સિધ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. સ્વભાવમાં ન રહેવાના પ્રમાદના પાપે મેં કર્મો બાંધી મારું સિધ્ધ સ્વરૂપ ઢાંક્યું તો હવે મારે તેના તીવ્ર પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત તપ વડે કર્મોનો ક્ષય કરી મારું શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરું તેવો રુચીભાવ જોઈએ. અર્થાત્ વંદિતુ સૂત્રની ગાથા 'પડિક દેસિ -સત્ર બોલતી વખતે હિંસાદિ પાપ અતિચારો વડે બાંધેલા મારા અશુભ કર્મોથી હું ગુરુ સાક્ષીએ પાછો ફરું છું અર્થાત્ તેનું પ્રતિક્રમણ કરું છું. મારા સ્વભાવમાં આવું છું. આમ સૂત્રો બોલવા તે ક્રિયા યોગ છે અને તેમાં અર્થોપયોગ મૂકવાપૂર્વક પરિણામ થવા રૂપ જ્ઞાનયોગ છે. બને સમન્વય સાથે જ ચાલે. 'જ્ઞાન–ક્રિયા બન્નેથી યુક્ત અનુષ્ઠાન તે મોક્ષયોગ (મોક્ષમાર્ગ) રૂપ બને. આમ 'વંદિતું સૂત્ર માં પ્રથમ સિધ્ધોને વંદનાનો હેતુ સિધ્ધોનું આલંબન લઈ પોતાના આત્મામાં સત્તાએ રહેલા સિધ્ધપણાને પોતે વંદન કરતો થાય. તે માટે સિધ્ધપણારૂપ પોતાનું
સ્વરૂપે પ્રગટ કરવા વ્યવહારથી સિધ્ધોને નમસ્કાર કરી પોતે નિશ્ચયે સદા પોતાના સિધ્ધપણાને નમસ્કાર કરનારો થાય.
પગે અને છું ગુણસ્થાનકે રહેલાને પ્રતિક્રમણની જરૂર છે. કારણ કે ત્યાં પ્રમાદ છે. જ્યારે ૭મા ગુણસ્થાનકે અપ્રમત્તદશાને કારણે તેમને પ્રમાદ નથી. તેથી પ્રતિક્રમણનો વ્યવહાર પણ નથી. છઘસ્થોને જ્યાં સુધી ક્ષાયિક ગુણ પ્રગટ ન થાય, ત્યાં સુધી ગુણની પૂર્ણતા અને સ્થિરતા રહેતી નથી. પ્રમાદનો સંભવ રહ્યા કરે તેથી છઘમસ્થ એવા ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ જ્યાં સુધી કેવલજ્ઞાન ન પ્રગટયું ત્યાં સુધી પ્રતિક્રમણ આવશ્યક કરતા. આથી પ્રતિક્રમણ આવશ્યકની જરૂરિયાત આપણને વિશેષ લાગવી જોઈએ. વર્તમાનમાં પૂજાદિ અનુષ્ઠાનો ઘણા કરે પણ પ્રતિક્રમણરૂપ આજ્ઞાયોગમાં બહુ જ થોડા જીવો આરાધનામાં જોડાય છે. જેટલી જિનપુજાની આવશ્યકતા જણાય છે. તેટલી પ્રતિક્રમણની આવશ્યકતા જણાતી નથી. પૂજા વિના દિવસ સફળ ન થયો માને, પણ પ્રતિક્રમણ વિના મારો દિવસ નિષ્ફળ ગયો એમ માનનારા બહુ જ ઓછા.
નવતત્ત્વ || ૨૫૬