________________
આત્માને પોતાના સ્વરૂપનું ભાન ન હોય તો શરીરને જ પોતાની અવસ્થા માનવા રૂપ મિથ્યાત્વ મોહનીયનો ઉદય શરૂ થાય.મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં કષાયો વધારે મજબૂત થાય. 3 કષાયો બે પ્રકારના પ્રશસ્ત અને અપ્રશસ્ત. વંદિત સૂત્રમાં શ્રાવકોને અપ્રશસ્ત કષાયનું અને અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ કરવાનું છે.
"જ બધ્ધમિદિએહિં, ચઉહિં કસાહિં અપ્સચૅહિં રાગેણ વ દોસણ વ, તે નિ ત ચ ગરિહામિ. I૪
(વંદિત સૂત્ર) જ્યારે સાધુઓને કષાયોનું તથા યોગનું (પ્રશસ્ત-અપ્રશસ્ત બંનેનું) પ્રતિક્રમણ કરવાનું છે.. श्रमणसूत्र-पडिक्कमामि दोहिं बंधणेहिं रागबंधणेणं दोसबंधणेणं पडिक्कमामि तिहिं दंडेहिं मणदंडेहिं वयदंडेहिं कायदंडेहिं
- સાધુ ભગવંતોએ સર્વવિરતિ સામાયિક ઉચ્ચર્યું છે. તેથી તેમને સર્વ પાપ વ્યાપારને નહીં કરવાની પ્રતિજ્ઞા જાવજજીવ સુધી ઉચ્ચરી છે. તેથી તેને શુભ અશુભ યોગો અને પ્રશસ્ત અપ્રશસ્ત કષાયો કરવાના નથી. તેમણે માત્ર પોતાના સ્વભાવ ધર્મમાં જ રહેવાનું છે. જ્યારે શ્રાવકો અપ્રશસ્ત યોગોમાં જ રહ્યા છે. તેથી તેમને અપ્રશસ્ત કષાયો સંભવે છે. તેથી તેમને સાવધયોગ રૂપ પૂજાનું વિધાન છે. એથી સ્થાવરકાયાના જીવોની સ્વરૂપહિંસા રૂપ અષ્ટપ્રકારી પૂજા આદિ તે પ્રશસ્ત પ્રવૃત્તિરૂપ છે. તેનું પ્રતિક્રમણ તેમને નથી કારણ કે ગૃહસ્થ ધર્મના વિધાન રૂપ છે. 0 ગૃહસ્થ ધર્મના છ કર્તવ્યઃ (૧) અરિહંત પરમાત્માની પૂજા (૨) સદ્ગુરુની સેવા (૩) સ્વાધ્યાય (૪) સામાયિક (દેશ વિરતી સંવર રૂ૫) (૫) યથાશક્તિ તપ () ઉચિત દાન.
દેવપૂજા ગુરુપાતિ સ્વાધ્યાયઃ સંયમ તપઃ. દાન ચ ગૃહસ્થાનાં ષટું કર્તવ્યનિ દિને દિને !
નવતત્ત્વ // રર