________________
રૂપ પ્રતિક્રમણ થાય તો પણ પાપ નાશ ન થાય. સમ્યકત્વના પરિણામ વિના ચારિત્ર પરિણામ ન આવે તેથી વિરતિસહિત જ અંતરના પરિણામ પૂર્વક આત્મ સ્વભાવને પામવા અને રાગાદિ વિભાવ જન્ય (મોહ) ભાવ સંસાર અને કુટુંબ પરિવારાદિ બાહ્ય સંયોગ દ્રવ્યસંસારથી મુક્ત થવા રૂપ મોક્ષ જો કરવા ઈચ્છે નહીં તો તે ૪થે ગુણસ્થાનકે આવ્યો ન કહેવાય અને વિરતિના પરિણામ અને તપનો વિશુધ્ધ પરિણામ પ્રગટ ન થાય, તો વિશિષ્ટ નિર્જરા ન થાય.
આથી સમ્યગુદર્શન–ચારિત્ર-તપ સહિત શુધ્ધ જ્ઞાનનો પરિણામ જ્યારે થાય ત્યારે વિશિષ્ટ નિર્જરા જે સર્વ પાપનો પણ નાશ કરનારી થાય. મૃગાવતી સાધ્વીને માત્ર મિચ્છા મિ દુક્કડમ્ આપવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેમ? સાથે ચારિત્રના પરિણામ હતા. જ્ઞાનના વિશુધ્ધ પરિણામ થતા તપરૂપ બનતા નિર્જરા થઈ.
વંદિતુ સૂત્ર બોલતાં જ નિશ્ચયથી પોતાનું સત્તાગત સિધ્ધ સ્વરૂપ પોતાને યાદ આવે અને સિધ્ધ થવાનું લક્ષણ પ્રગટે તો આખા દિવસમાં થયેલી સર્વવિભાવ અવસ્થાની ઘટનાઓ યાદ આવતી જાય અને તેના પર પશ્ચાત્તાપ થતો જાય અને પાપ ધોવાતા જાય. સવારનું પ્રતિક્રમણ એ આખા દિવસના પાપ નહીં કરવાની સ્થાપનારૂપ છે. આખો દિવસ તારે પાપ નથી કરવાનું અને હવે ન છૂટકે કારણે થઈ જાય તો તીવ્ર પશ્ચાત્તાપ પ્રગટે તો પાપનો અનુબંધ ન પડે. પાપ પાતળા થાય. સામાન્યથી ધોવાઈ જાય. સંસારની વૃધ્ધિ ન થાય. આથી સવારનું પ્રતિક્રમણ એ આખા દિવસની સાવધાનીના સૂચક રૂપ છે.
આત્માનો વિભાવ તે પાપ અને સ્વભાવ તે ધર્મ આ સમજ જેટલી મજબૂત તેટલી આરાધના મજબૂત. આત્માની ચાર વિભાવ અને વિરૂપ અવસ્થા છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને યોગ આ ચાર વડે આત્માનો સ્વભાવ ધર્મ અને શુધ્ધ સ્વરૂપ ઢંકાયું છે. અને વિભાવ અને વિરૂપ અવસ્થા પ્રગટ થઈ છે. તેને જ પોતાની મૂળભૂત અવસ્થા માનીને જીવ પાપાચરણ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આ ત્રણે મોહભાવ સ્વરૂપ છે અને યોગ એ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ છે. યોગ એ આત્માની અરૂપી એવી સ્વરૂપ અવસ્થાને ઢાંકે છે. જો
નવતત્વ || ૨૧