________________
વિતરાગ દેવની પૂજા કરતાં પણ વીતરાગ દેવની આજ્ઞાનું મહત્વ વધારે આજ્ઞાની આરાધનાથી જ શિવ (મોક્ષ)ની પ્રાપ્તિ અને વિરાધનાથી જ ભવની પ્રાપ્તિ થાય. આથી સાધુઓને વીતરાગ પરમાત્માની ભાવપૂજા રૂપ ર૪ કલાક આરાધના ચાલુ છે. તેમાં તેને અતિચાર લાગે તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
પરમાત્માની બે અવસ્થતા છે. પુણ્યકાય અને તત્વકાય. પુણ્યના ઉદયથી પરમાત્માને જે શરીરાદિ તથા પ્રાતિહાર્ય આદિ અતિશયાદિ શોભા મળી છે તે પુણ્યકાય છે અને કેવલ જ્ઞાનાદિ ગુણો પ્રગટ થવા તે તત્ત્વકાર્ય છે. તત્ત્વકાયની પૂજાના પૂર્ણ અધિકારી સાધુઓ જ થઈ શકે. જ્યારે પુણ્યદેહની પૂજાના અધિકારી શ્રાવકો, તેથી પૂજા કરતા તેમને વિશેષ પુણ્ય બંધાય. પણ તેમાં ગુણીના બહુમાન પૂર્વક દ્રવ્યપૂજા કરે તો પુણ્યાનુબંધી પુણ્ય, ગુણના અનુબંધવાળું પુણ્ય બંધાય.
જ્યારે સાધુઓ પરમાત્માના આંતર ગુણ-સ્વરૂપ જ આલંબન લઈ જિનાજ્ઞાપાલન રૂપ પૂજા કરે તો તેમને પ્રધાનતાએ નિર્જરા અને ગૌણપણે પુણ્ય યોગ નિમિત્તે પુણ્ય બંધાય. 2 છએ આવશ્યક ધ્યાનરૂપ છે.
અર્થાત્ આત્માની અંદર આત્માને લઈ જવું, સ્થિર કરવું એ અધ્યયન ધ્યાનરૂપ છે. અર્થાત્ છએ આવશ્યક એ ધ્યાનરૂપ છે. ધ્યાન એ પરમ તપ છે. માટે નિર્જરા રૂપે છે. અર્થાત્ છ આવશ્યક કરતાં આપણે યોગથી છૂટી ઉપયોગરૂપે ધ્યાનમય આત્માના ગુણ સ્વભાવમય બની જઈએ ત્યારે આવશ્યક ધ્યાન રૂપે થયું. ધ્યાનથી નિર્જરા થવા વડે આત્મા નિર્મળ થાય.
પ્રતિકમણ ૩ પ્રકારે ? મૂલ પદે પડિક્કમનું ભાડું, પાપ તણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે કરવું તે.'
(પૂ. મહો. યશોવિજયજી મ.સા) અર્થાત્ પ્રથમ નિશ્ચયથી પ્રતિક્રમણ પાપનું ન કરવું. તેથી વર્તમાન અને ભવિષ્યમાં પાપ ન થાય તે પાપનું પચ્ચખાણ કરવાનું અને ભૂતકાળમાં થઈ
નવતત્ત્વ || ૨૪