________________
અરિહંત પરમાત્મા પૂજાને યોગ્ય કેમ?
तस्मादहति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः पूज्येभ्यो ऽप्यन्यसत्त्वानाम् ॥७॥
(તત્વાર્થ સૂત્રકારિકા) લોકમાં જે પૂજ્ય સ્થાને રહેલા ઈન્દ્રો, ચક્રવર્તીઓ, મહર્ષિઓ તે સર્વજીવોમાં અરિહંતના આત્માઓ ઉત્તમોત્તમ છે. તેથી પૂજાને યોગ્ય છે.
અરિહંત પરમાત્માની પૂજનું ફળ શું?
अभ्यर्चनादर्हतां, मन प्रसादस्ततः । समाधिच । तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥
(તસ્વાર્થકારિકા) પૂ. ઉમાસ્વાતિ મહારાજ તત્વાર્થસૂત્રની કારિકામાં કહે છે. અરિહંત પરમાત્માની પૂજા કરનારને ચિત્તની પ્રસન્નતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. તેથી આત્મ કલ્યાણ થાય. આથી અરિહંત પરમાત્માની પૂજા કરવી તે ઉચિત છે. સંસારની સર્વ પ્રવૃત્તિ વ્યાપાર, અપ્રશસ્ત અને હિંસાજન્ય છે. તેથી સર્વથા અવિરતિ હોવાથી તેમને અવિરતિજન્ય પાપ સતત લાગે છે. તેમાંથી તેમના બચવા માટે જે શ્રાવક સર્વથા વિરતિમાં રહી શકતા નથી. (જે શ્રાવક આખો દિવસ પૌષધમાં રહે તેને સાવધ અનુષ્ઠાન સ્વરૂપહિંસા રૂ૫ જિનપૂજા કરવા વિધાન નથી.) પણ જેઓ સાવધ વ્યાપાર યોગમાં જ રહ્યા છે, તો તેમને તે અપ્રશસ્ત યોગ મટી જાય તે માટે જિનપુજાદિ પ્રશસ્ત યોગમાં રહેવાનું વિધાન છે. જ્યારે સાધુઓએ તો સંપૂર્ણ સાવધયોગનો ત્યાગ કરી જિનાજ્ઞાનો પૂર્ણ સ્વીકાર કર્યો છે. તેથી તેમને પ્રશસ્ત વ્યાપારરૂપ પૂજાનો નિષેધ છે. ઉપદેશ પાલન તે તેની ભાવપૂજા છે.
वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् ! आज्ञाराध्धा विराध्धा च शिवाय च भवाय च ॥
(વીતરાગ સ્ત્રોત્ર)
નવતત્વ // ૨૩