________________
થાય તે જ અનાદિથી વિભાવમાં રહેલા આત્માનું સાચું પ્રતિક્રમણ કરી શકે અને તેના પૂર્ણ ફળને પણ પામી શકે.
પ્રતિક્રમણ એ તપના પરિણામ રૂપ થાય ત્યારે જ નિર્જરા થાય નહીં તો શુભ પ્રવૃત્તિ રૂપ થાય તો પુણ્યબંધ થાય. કુરગડુમુનિને ખાતાં ખાતાં કેવલજ્ઞાન થયું. ખાવું એ પાપ છે. મારા આત્માનો સ્વભાવ નથી અને મારે આ ઘડો ભરીને ભાત ખાવા પડે છે. પૂર્વે મેં મારા આત્મ સ્વભાવમાં રહેવાનો પ્રયત્ન નહીં કર્યો હોય અને ખાવા-પીવામાં જ આસક્ત અને અનુમોદના કરવા વડે સુધાવેદનીય નિકાચિત બાંધ્યું હશે જેથી સાધુપણામાં જ્યાં સદા જ્ઞાનામૃત ભોજન કરવાનું છે, આત્માની રમણતા રૂપ પરમાનંદ ભોગવવાનો છે, તેના બદલે મારે ખાવામાં કિંમતી સમય બગાડવો પડે છે. કેવો સંસારનો વળગાડ છે. 'સિધ્ધના આત્માઓને શરીર નથી તેથી ખાવાની લપ નથી, મારે આ શરીરનો મોહ ક્યારે તૂટશે અને ક્યારે તેનો સંયોગ સંબંધ છૂટશે, ક્યારે અશરીરી બની માત્ર મારા આત્મ પ્રદેશોમાં જ સદા ગુણ રમણતા કરીશ?" આમ છેલ્લે સિધ્ધ સ્વરૂપની વિચારણા વડે પોતાના આત્માને સિધ્ધ સ્વરૂપ માની તે જ રૂપે થવાનો તીવ્ર પરિણામ પ્રગટતાં, ખાવા પ્રત્યેનો ઉદાસીન ભાવ પ્રગટયો અને આત્મગુણો પ્રત્યેનો તીવ્ર સંવેગ થતા આત્માના સ્વગુણ સ્વભાવનો અનુભવ કરતાં જ્ઞાનની વિશુધ્ધ ધારા પ્રગટતાં મોહની ધારાનો નાશ થતાં ચારિત્રની નિર્મળતા વધતાં ન ખાવાના સંપૂર્ણ ભાવ થતાં તપનાવિશુધ્ધ પરિણામની વૃધ્ધિ થતાંઘાતિકર્મોનો નાશ થતા કેવલજ્ઞાન પ્રગટ થયું જ્ઞાન એ જ પરમ તપ છે. જ્ઞાનની જેટલી નિર્મળતા વધે તેટલી નિર્જરા. માત્ર 'મિચ્છા મિ દુક્કડમ્ આપવાથી પાપ નાશ ન પામે.
દાદા ભગવાન જે સમયે પાપ થાય ત્યારે જ 'મિચ્છામિ દુક્કડ' આપવાનું કહે છે તેથી પાપ નાશ થઈ જાય. સંસારનાં બધા વ્યવહાર કરવામાં વાંધો નહીં, તેમાં રાગ-દ્વેષ નહીં કરવા. છોકરા-છોકરીને પરણાવો પણ રાગદ્વેષ ન કરો. 'સંયોગમાં રહેવામાં વાંધો નહીં આ મિથ્યાવચન છે. પણ 'જિનાજ્ઞા છે કે સંયોગ એ જ સંસાર છે. તે હેય છે અને તે બધો છોડવા જેવો જ છે. આત્મા સંયોગ રહિત નિઃસંગ સ્વરૂપે છે. મિથ્યાત્વ ગયા વિના ગમે તેટલા 'મિચ્છા મિ દુક્કડ’
નવતત્વ || ૨૬O